‘પવિત્ર રિશ્તા’ ફેમ ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે આજકાલ ઘણી ચર્ચામાં છે. ગણેશ ચતુર્થી પર બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સે ગણપતિની પૂજા કરતી વખતે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. અંકિતાએ પણ પતિ વિકી જૈન સાથે પહેલીવાર પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી અને ગૌરી પૂજા કરી.