Sihor
સિહોર વોર્ડ.નં.7 રાજગોર શેરી ખાતે ઉપરવાસ રામદેવપીર મંદિર ની પ્રોટેક્શન દીવાલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી
સિહોર વોર્ડ.નં.7 રાજગોર શેરી ખાતે ઉપરવાસ રામદેવપીર મંદિર ની પ્રોટેક્શન દીવાલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી
પવાર
સિહોર શહેરી વિસ્તાર માં રાજકીય પ્રભુત્વ ધરાવતો અને વધુ પંચાયત થી લઇ નગરપાલિકા માં નેતૃત્વ વધારે વધારે આ વોર્ડ નં.7 માં પ્રમુખો આપ્યા છે અને સફળ નેતૃત્વ માટે આ વોર્ડ વધુ રાજકીય પ્રભુત્વ ધરાવતો હોય અને મોટા ચોક એક દરેક રાજકીય સભાનું આયોજન થતું હોય છે ત્યારે આ વોર્ડ વિકાસ માટે કેમ પાછલ રહી શકે જે અંગે વોર્ડ નં.7 રાજયસરકાર ના મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી તથા તેમના પ્રતિનિધિ અને પુત્ર દિવ્યેશભાઈ સોલંકી જ્યારે શિહોર આવેલ વોર્ડ નંબર સાતમાં રાજગોર શેરીમાં ઉપરવાસ વર્ષો જૂનો પ્રશ્ન શ્રીરામદેવપીર મહારાજના મંદિરને ફરતે પ્રોટકશન દિવાલ માટેનો હતો જેપ્રશ્નના નિરાકરણ માટે સ્થાનિક લોકો અને પાલિકા ના પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ મકવાણા તથા નટુભાઈ મકવાણા તેમજજયદીપભાઇ વાઘેલા દ્વારા રજુઆત કરી આ ત્રણેય આગેવાનો એ મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી તથા દીવ્યેશભાઇ સોલંકી ને રજુઆત કરતા મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા તત્કાલીન રૂપિયા ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવી પ્રોટેક્શન દિવાલ કરવાની તાંત્રિક મંજૂરી આપવામાં આવી શિહોર નગરપાલિકાના એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા દ્વારા પ્રોટેક્શન દિવાલ નું માપ સાઈઝ લઈ થોડા દિવસોમાં દીવાલનું કામ શરૂ કરવા માટેની બાયધરી આપવામાં આવી આ સાથે સિહોર ટાઉન હોલ પાછળ આશિષ ભટ્ટ ના ખાંચા માં બ્લોક નું 3 લાખ નું કામ તેમજ વોર્ડ નં.2 નવા ગુંદાળા મહિલાઓ માટે સ્નાનગૃહ માટે 4 લાખ રૂપિયા સાથે કુલ 10 લાખ ની ગ્રાન્ટ ભાવનગર ગ્રામ્ય ના ધારાસભ્ય એવમ રાજયકક્ષા ના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી દ્વારા સિહોર ના વિકાસ માટે તાત્કાલિક 10 લાખ ની ગ્રાન્ટ ની ફાળવવા માં આવેલ છે તેમજ વોર્ડ નં.4 રાજગોર શેરી માં આવેલ ભાડાના મકાન માં કાર્યરત આંગણવાડી ના સંચાલક કાજલ બેન પંચાસરા દ્વારા આંગણવાડી ચલાવી રહ્યા છે પણ જોખમ કારક ઢાળ હોય કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ પાલિકા માં રજૂઆત ના અંતે ત્યાં સ્નાનગૃહ ની આજુબાજુ માં આંગણવાડી માટે જગ્યા ફાળવવા તેમજ ગ્રાન્ટ માટે પણ રજૂઆત કરવામાં આવેલ છે