festival
માર્ગો અંગે મોરારીબાપુની ટીકા હાડોહાડ લાગી ગઈ છેક કેબીનેટ સુધી પડઘા પડયા
માર્ગો અંગે મોરારીબાપુની ટીકા હાડોહાડ લાગી ગઈ છેક કેબીનેટ સુધી પડઘા પડયા
જાહેર જીવનના જાણીતા વ્યક્તિઓની ફરિયાદોને વધુ ગંભીરતાથી લેવા તાકીદ : અગ્રતાના ધોરણે કામ થવા જોઈએ
કુવાડીયા
ગુજરાતમાં ચોમાસાના કારણે હાઈવેથી છેક ગ્રામ્ય સ્તર સુધી માર્ગોની હાલત અત્યંત ખરાબ બની હતી તે અંગે અખબારોથી ઈલેકટ્રોનીકલ મીડીયામાં માર્ગોની ગુણવતા અને તેના નિર્માણમાં ભ્રષ્ટાચાર મુદે સરકાર પર પસ્તાળ પાડવામાં આવી હતી. જો કે હવે દિવાળી આવી ગઈ છે છતાં પણ હજું મોટાભાગના માર્ગોની હાલત દયનીય છે અને જે રીપેર થાય છે તે પણ લોકોની મુશ્કેલી વધારે તેવા છે પણ હાલમાં જ એક કયા સમયે જાણીતા કલાકાર મોરારીબાપુએ તલગાજરડા અને તેની આસપાસના માર્ગોની હાલત અંગે આકરા શબ્દોમાં ટીકા કરી અને એ મારી જીંદગીમાં આ પ્રકારના ખરાબ માર્ગો જોયા નથી.તેવી ટીપ્પણી કરતા તેનો પડઘો છેક રાજય કેબીનેટમાં પડયો હતો અને વાસ્તવમાં મુખ્ય સચીવ રાજકુમાર પાસે માર્ગ બાંધકામ વિભાગના સચીવ એ.કે.પટેલે એવું પ્રેઝન્ટેશન કર્યુ કે તમામ માર્ગોના રીપેરીંગનું કામકાજ હાથમાં લેવાઈ ગયુ છે પણ મોરારીબાપુની જે ટીકા કરી તેમાં શ્રી રાજકુમારે જે આ પ્રકારે જાહેર જીવનમાં જાણીતા હોય તેમની ટીકાને ગંભીરતાથી લેવા અને તેના ઉકેલમાં અગ્રતા આપવા તાકીદ કરી હતી.