Politics
ભાજપ 370 પ્લસ અને NDA 400 પ્લસ સાથે મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે : ખોડિયાર માતાજીના દર્શને મનસુખભાઈ માંડવીયા
જિલ્લા ભાજપના ભરતભાઇ મેર, અભયસિંહ ચૌહાણ, પ્રેમ કંડોલીયા, ભરતભાઇ વાઘેલા દ્વારા મનસુખ માડવીયા નું સ્વાગત : ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિ
દેવરાજ
કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલ મનસુખભાઇ માંડવીયાને પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે તેઓ પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે પહોંચ્યા હતાં જ્યાં દર્શન લાભ લઇ ભાજપ 370 પ્લસ અને NDA 400 પ્લસ સાથે મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શને પોહચેલા મનસુખભાઈ માંડવીયાનું જિલ્લા ભાજપના ભરતભાઇ મેર, અભયસિંહ ચૌહાણ, પ્રેમ કંડોલીયા, ભરતભાઇ વાઘેલા દ્વારા સ્વાગત કર્યું હતું, અને મનસુખ માડવીયા માં ખોડિયારના દર્શન કર્યા હતા. મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે, માં ખોડિયારના સહિત અનેક દેવાસ્થાનોના સાધુ સંતોના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, જનતાનો ઉત્સાહ જોઈને વિશ્વાસ દ્રઢ થયો,સાથે જ ભાજપ 370 પ્લસ અને NDA 400 પ્લસ સાથે મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે.