Connect with us

Bhavnagar

યુવરાજસિંહ જાડેજાનો સૌથી મોટો ધડાકો : આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ એક મોટું ચેપ્ટર ખુલશે’

Published

on

Yuvraj Singh Jadeja's biggest blast: Another big chapter of the Gujarat file will open in the coming days.

બરફવાળા

યુવરાજસિંહે ફરી મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે.

રાજ્યના ચકચારી ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ ફરી એકવાર મીડિયા સામે આવીને મોટો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત સમન્સ મામલે આવતીકાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું પણ જણાવ્યું હતું અને તેમના તમામ જવાબ આપશે. ડમીકાંડ મામલે મોટા નેતાઓના નામ સાથે ખુલાસો કરીશ. નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવા છે. તેમણે જણાવ્યું કે મારા પર આક્ષેપો નામ છુપાવવા માટે લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે આવ્યા છે તે જાહેર કરું છું. યુવરાજસિંહે ફરી મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી.

Yuvraj Singh Jadeja's biggest blast: Another big chapter of the Gujarat file will open in the coming days.

દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મેં ઋષિની માતાએ વિનંતી કરી હતી એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મે જાહેર કરેલો ઋષિનો વિડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો છે. ભૂતકાળમાં પોલીસે હાથ ચાલાકી કરી છે, આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહિ કરે. તેમણે જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નાની માછલીઓ નહીં મોટા મગરમચ્છો છે. મારી પાસે તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવશો તો કાયદાકીય લડત લડીશ. આ બાબત દબાવવા માટે મને ઓફર થયેલી. મારી પાસે વીડિયો અને ઓડિયો પુરાવા છે. યુવરાજે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ ચેપ્ટર ખુલશે આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓના નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓના નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવા જોઇએ.

Advertisement
error: Content is protected !!