Sihor
સિહોરમાં ‘ધ કેરેલા સ્ટોરી’ જોવા માટે નિશુલ્ક વ્યવસ્થા ઉભી કરતી યુવા યુગ પરિવર્તન
કુવાડિયા
આવતીકાલે શનિવારે રાત્રીના 9 કલાકે બંધન પાર્ટી પ્લોટ ખાતે શોનું આયોજન, યુવા યુગ પરિવર્તન, તેમજ સગયોગી સંસ્થા શંખનાદ ન્યુઝ ચેનલ, અને શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજન થયું
હાલમાં લવ જેહાદના મુદાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલ ફિલ્મ “ધ કેરેલા સ્ટોરી” બહુજ ચર્ચામાં છે ત્યારે સિહોરમાં યુવા યુગ પરિવર્તન, તેમજ સગયોગી સંસ્થા શંખનાદ ન્યુઝ ચેનલ, અને શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિનામુલ્યે આ ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભારતમાં છેલ્લા વર્ષોમાં ઘણા લવ જેહાદને લગતા બનાવો સામે આવ્યા છે ત્યારે લવ જેહાદના ચંગુલમાં ફસાયા પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ એટ્લે કે “ધ કેરેલા સ્ટોરી” સિહોરના પરિવારો વધુમાં વધુ જોવે તેના માટે યુવા યુગ પરિવર્તન, તેમજ સગયોગી સંસ્થા શંખનાદ ન્યુઝ ચેનલ, અને શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેરળની હિંદુ યુવતીઓના ધર્માંતરણ બાદ તેમને આઇએસઆઇએસ જેવા આતંકવાદી સંગઠનમાં મોકલી દેવાઇ હોવાની ઘટનાની પૃષ્ઠભૂમિ પરથી બનેલી ફિલ્મ કેરલ સ્ટોરી માટે રાજ્યમાં મફત શોના આયોજનો કરાઇ રહ્યા છે. આ માટે હિંદુવાદી સંગઠનો અને અન્ય કેટલીક સંસ્થાઓએ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ પરિવારો માટે મફતમાં શો જોવાની વ્યવસ્થા કરાવી છે. આવતીકાલે શનિવારે સિહોરના બંધન પાર્ટી ધ કેરેલા સ્ટોરી’ ફ્રીમાં દર્શાવાશે લોકો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ પણ કરાયો છે.
નિયમો……..
#કોઈપણ પુરુષ ને એકલા એન્ટ્રી આપવામાં નહિ આવે,પરિવાર સાથે જ આવવું ફરજિયાત છે…
#સમયસર રાત્રે 9 કલાકે મૂવી શરૂ થઈ જશે માટે,વહેલા આવી આપની જગ્યા અનામત કરશો.
#બેઠક વ્યવસ્થા વ્યવસ્થા કમિટી ગોઠવે તેમ રહેશે….
#ભાઈઓની બેઠક અલગ થી રાખવામાં આવશે…
#આ આયોજન પરિવાર સાથેનું હોય કોઈપણ જાતની મર્યાદા નો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો…
#અંતિમ નિર્ણય આયોજક કમિટી નો રહેશે…
#તો આપ પણ આ સેવાનો લાભ સહ પરિવાર અચૂક લેશો..