Sihor
નાની ઉંમર મોટી સિદ્ધિ ; 10 વર્ષની ઉંમરમાં આસનનાં નામો પણ યાદ રાખવા મુશ્કેલ છે ત્યારે સિહોરનો રૈયાન ગનીયાણી કરે છે 20 થી વધુ આસનો
કુવાડિયા
રૈયાન ખૂબ નાની ઉમરનો હતો ત્યારથી એમના દાદા પાસેથી યોગ અભ્યાસ કરી રહ્યો છે, રૈયાન ગજબની સ્ફૂર્તિ સાથે રમત રમતમાં આસનો કરી નાખે છે, રૈયાન સિહોરના જાણીતા બરફવાળા પરિવારમાંથી આવે છે દાદા આરીફભાઈ અને પિતા ફેઝલભાઈ શહેરના મુખ્ય બજારમાં આવેલ નાગરિક બેન્ક નીચે પંચમુખા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે
આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ યોગ એ એક પ્રાચીન ભારતીય પ્રણાલી છે જેમાં શારિરીક, માનસિક અને આધ્યાત્મિકતાનું મિશ્રણ છે. ભારત દેશ એ સમગ્ર વિશ્વને યોગની ભેટ આપી છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે એક કરવું. શરીર અને આત્મના જોડાણનું પ્રતિક છે યોગ. આજે સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે યોગ કરવામાં આવે છે અને દિન-પ્રતિદિન તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. આજે વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીશું સિહોરના 10 વર્ષના બાળક રૈયાનની. જે આસાનીથી 20 થી વધુ આસાન કરી નાખે છે. 10 વર્ષનો આ ક્યૂટ બાળક યોગાભ્યાસ કરી અનેક લોકોને યોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
રૈયાન એક-બે નહીં, પણ 20 થી વધુ આસન કરે છે
સિહોરના મુખ્ય બજાર નાગરિક બેન્ક નીચે આવેલ પંચમુખા પ્રોવિઝનના ઓનર આરીફભાઈ મેમણના દીકરા ફૈઝલભાઈના પુત્ર રૈયાન જે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ 20 થી વધુ આસનો રમતાં રમતાં કરી નાખે છે. આ ઉંમરનાં બાળકોને આસનોનાં નામ જ યાદ રાખવા મુશ્કેલ છે ત્યારે નામને યાદ રાખીને એ મુજબનાં આસનો કરે છે. તેને આસનો કરતાં જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
રૈયાન આ આસનો આસાનીથી કરે છે
10 વર્ષીય રૈયાન આજે 20 જેટલાં આસનો આસાનીથી કરી શકે છે. છ વર્ષની ઉંમરે આસાન કરવાની શરૂઆત કર્યા બાદ એમાં ધીમે ધીમે વધારો કર્યો છે. આજે આ આસનો આસાનીથી કરી જાણે છે. પવનમુક્તાસન, વ્રૃક્ષાસન, તાડાસન, ઉત્તાનપાદાસન, વજ્રાસન, પદ્માસન, ત્રિકોણાસન, ઉષ્ટ્રાસન, અર્ધચક્રાસન, શવાસન, ભુજંગાસન, પૂર્ણ ભુજંગાસન, ધનુરાસન, પાદ હસ્તાસન, ભુમાસન, મકરાસન, સવાસન, પવનમુક્તાસન, કર્ણપીડાસન, સેતુબંધાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, પશ્ચિમોત્તાસન, હલાસન, ધનુરાસન તથા સૂર્યનમસ્કાર વગેરે કરે છે.
આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ પણ યોગનું મહત્ત્વ
રૈયાન ગનીયાણી અત્યારે 10 વર્ષની ઉંમર વિદ્યામંજરી સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેઓના દાદા આરીફભાઈ અત્યારે રૈયાનને પોતાના ઘરે ટ્રેનિંગ આપી રહ્યા છે, જેમાં તેને વધુ આસન શીખવા મળ્યા છે. યોગના પ્રશિક્ષણ માટે વિવિધ શિબિરો, ક્લાસીસ, કોચ, પ્રશિક્ષકોની ડિમાન્ડ છે, કારણ કે હવે યોગ આરોગ્યની દૃષ્ટિએ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દષ્ટિએ પણ મહત્ત્વ માનવામાં આવે છે.
6 વર્ષનો હતો ત્યારથી જ યોગ કરે છે
રૈયાનના દાદા આરીફભાઈ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે રૈયાનને નાની ઉંમરે શિક્ષણ, ભણતર, કસરત અને યોગ શેત્રમાં રસ છે પુસ્તક વાંચવાનો પણ શોખ છે ચાર વર્ષ પહેલા આસનોને મેં પ્રેક્ટિકલ કરી બતાવ્યું તો આપમેળે જ ધીમે ધીમે એ શીખવા લાગ્યો અત્યારે 10 વર્ષની ઉંમરમાં તે રમતાં રમતાં 20થી વધારે આસનો કરી રહી છે. તે 6 વર્ષનો હતો ત્યારથી જ યોગ કરી રહી છે.