Connect with us

Sihor

તુમકો ન ભૂલ પાયેંગે ; સ્વ મુકેશભાઈ જાનીની યાદમાં યોજાયેલ સ્વરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ

Published

on

You will not be mistaken; Tears in the eyes of everyone present at the Swaranjali program held in memory of Swa Mukeshbhai Jani
  • સિહોર ખાતે અમીન સોડા ઉસ્માનભાઈ દ્વારા આયોજિત સ્વ મુકેશભાઈ જાનીને સ્વરાંજલી અપાઈ ; અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા, દુઃખ હતું, વસવસો હતો, તમામે ભીની આંખે સુરના શબ્દોમાં સ્વ મુકેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પિ

સિહોરમાં સ્વ.રફી સાહેબના ખાસ ચાહક કે જે તેમની દરેક તિથિએ સંગીતના સથવારે ગોઠવી તેમને શ્રધાંજલિ પાઠવે તેવા અમીન સોડા દ્વારા તેમના ખાસ મિત્ર અને જેમના અવાજના ચાહક છે તેવા સ્વ.મુકેશભાઈ જાની (કાકા) ને શ્રધાંજલિ પાઠવતી સૂરીલી સાંજનું આયોજન કરીને તેમને દિલથી સ્વરાંજલી પાઠવી કાકા ને ખૂબ યાદ કરી ને તેઓ ગમગીન બની ગયા હતા.

You will not be mistaken; Tears in the eyes of everyone present at the Swaranjali program held in memory of Swa Mukeshbhai Jani

આ સંગીત સ્વરાંજલી માં ખાસ કાકા ને ગમતા ગીતો ગાયકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. દરેક ગીતોમાં જાણે મુકેશભાઈ નો જ અવાજ સંભળાતો હોય તેવું ઉપસ્થિત સૌ કોઈને લાગી રહ્યું હતું. આ સંગીતના સ્વરાંજલી કાર્યક્રમમાં જાણીતા સામાજીક કાર્યકર એડવોકેટ કિશન ભાઈ મહેતા,મુંબઈ થી ખાસ ઉપસ્થિત રહેલા સુરેશભાઈ ભટ્ટ, અમિત ભાઈ,કૃષ્ણદેવ સિંહ, શિરીષભાઈ ત્રિવેદી, જે.પી ભાઈ.હિતેશભાઈ ત્રિવેદી.ભરતભાઈ ત્રિવેદી ચંદુભાઈ ગઢવી, સિહોર ના વરિષ્ઠ પત્રકાર પવાર ભાઈ ( શંખનાદ), તેમજ દરેક કલાકારો એ મુકેશભાઈ ને શબ્દોસ્વરૂપે પુષ્પ ચડાવી સ્વરાંજલિ અર્પણ કરી હતી.

You will not be mistaken; Tears in the eyes of everyone present at the Swaranjali program held in memory of Swa Mukeshbhai Jani

સ્વ.મુકેશભાઈ ના પરિવારજનો સહિત તેમના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહેલ, અંતમાંA ઉસ્માનભાઈ, અલ્ફાજ ભાઈ દરેક ભાઈઓ ને ભેટી મુકેશભાઈની યાદો ને લઇ રડી પડ્યા હતા અને કહ્યું કે મારો અડધી રાત નો હોંકારો ઈશ્વરે બોલાવી લીધો. ગમગીન વાતાવરણ ને લઈ ઉસ્માનભાઈ ના પરિવારજનો એ સ્વ.મુકેશભાઈ જાની ને લઈ અમારા પારાવારીક સભ્ય ઇશ્વરે તેને બોલાવી લીધો અને અમને ખાલીપો લાગી રહ્યો છે.

error: Content is protected !!