Sihor
સિહોર એલડીમુની હાઇસ્કુલ આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યોગી ઇલેવન વિજેતા બની

દેવરાજ
ગઈકાલે યોજાયેલ ફાઇનલ મેચ ભારે રસાકસી રહી, અંતે યોગી ઇલેવને જીત મેળવી, ગઈકાલે ટુર્નામેન્ટના અંતિમ દિવસે સાંસદ, ધારાસભ્ય, એસપી, ડીવાયએસપી સહિતોની ઉપસ્થિતિ
સિહોર એલડીમુની હાઈસ્કૂલ આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ ભારે રસાકસી રહી છે એ આખરે ભાવનગરની યોગી ઇલેવને જીત મેળવીને ફાયનલ વિજેતા બની છે, સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા થોડા દિવસોથી એલડીમુની હાઈસ્કૂલ આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી હતી, આ ક્રિકેટ ટુર્નામેન્ટના અંદાજે ૬૪ ટીમોએ ભાગ લીધો હતો, આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઈકાલે અંતિમ દિવસ હતો.
આખરી દિવસે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાય હતી આ ફાઇનલ મેચમાં અતિથિ વિશેષ મહેમાનો પધાર્યા હતા આ ફાઇનલ મેચમાં મિત ઇલેવન અને યોગી ઇલેવન વચ્ચે ભારે ફાઈટ રહી હતી અંતમાં ભાવનગરની યોગી ઇલેવન વિજેતા બની હતી આ ફાઇનલ મેચમાં અતિથિ વિશેષ મહેમાનમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભારતીબેન શિયાળ ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક એસપી રવિન્દ્ર પટેલ, પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડ, પીએસઆઇ ગોસ્વામી, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભરતભાઈ મેર ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા મુકેશભાઈ લંગાળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા અને રનર્સપ બનેલી ટીમોને ઇનામો આપી સન્માનિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે એલડીમુની હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિધાર્થી ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થ તેના મિત્રોની યાદમાં અને ઘાસચારાના લાભાર્થે આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું