Connect with us

Gujarat

યાર્ડમાં ટમેટાનાં ભાવ વધતા અટકયા: હોટેલ-રેસ્ટોરાની ખરીદીમાં કાપ

Published

on

yard-tomato-prices-stopped-rising-hotel-restaurant-purchases-cut

દેવરાજ

  • મણના રૂા.2200 થયેલો ભાવ આજે 1800 ના સ્તરે

ટમેટાનાં ભાવમાં અસામાન્ય વધારામાં કોઈ રાહત નથી. જોકે, હોલસેલમાં ભાવ વધતા અટકયા છે.આવકો યથાવત છે પરંતુ ઉંચા ભાવે ઉપાડ ઓછો થઈ ગયાનું ચિત્ર છે. યાર્ડના સુત્રોએ કહ્યું છે કે હરરાજીમાં ટમેટાનો મણનો ભાવ 2000 સુધી પહોંચી ગયો હતો તે થોડો નીચો આવ્યો છે. રાજકોટમાં 864 કવીન્ટલની આવક હતી. ભાવ 1200 થી 1800 નો હતો. વેપારીઓનાં કહેવા પ્રમાણે ભાવ ઘટયા નથી.પરંતુ વધતા અટકી ગયા છે. રિટેઈલ માર્કેટમાં તો હજુ 150 કે તેથી વધુનો ભાવ યથાવત રહ્યો છે.

yard-tomato-prices-stopped-rising-hotel-restaurant-purchases-cut

ટમેટામાં તેજી અટકવાનું એક કારણ ખરીદીમાં કાપનુ છે. હોટેલ-રેસ્ટોરાં જેવા મોટા વપરાશકર્તાઓની ખરીદીમાં કાપ છે.ઉંચા ભાવે વપરાશ ઘટાડે તો સ્વાભાવીક છે. બીજી તરફ ચોમાસાની સ્થિતિમાં બગાડના જોખમને કારણે વેપારીઓ પણ માલ રાખવાને બદલે તત્કાલ નિકાલ કરી નાખવાનો મૂડ બનાવતા થઈ ગયા છે તેની પણ આંશીક અસર છે. ટમેટા સિવાય આદુ, મરચા, ગુવાર, કોથમરી, મેથી, તુરીયા જેવા અન્ય શાકભાજી પણ મોંઘાદાટ જ રહ્યા છે.

error: Content is protected !!