Connect with us

Gujarat

વાહ ભૂપેન્‍દ્રભાઇ વાહ… મુખ્‍ય પ્રધાનની નિખાલસતા, મૃદુતા અને આદિજાતિ પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લેવાની સરળતા સૌને સ્‍પર્શી ગઈ

Published

on

Wow Bhupendrabhai Wow... Chief Minister's openness, gentleness and ease of sitting on the ground and eating with tribal family touched everyone.

કુવાડીયા

આદિવાસી ભોજનની પ્રશંસા કરતા કહ્યું કે, સ્‍વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી

વિશ્વ આદિવાસી દિવસની રાજય કક્ષાની ઉજવણી અને ‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્‍તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્‍ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની આગવી સરળતા, સહજ મૃદુ સ્‍વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી. ભુપેન્‍દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા. તેમણે સોનલ બહેનના નિવાસે જમીન પર બેસીને તાપી જિલ્લાના અસ્‍સલ આદિવાસી ભોજનનો આ સ્‍વાદ માણ્‍યો હતો. સોનલ બહેને મુખ્‍ય પ્રધાન માટે આદિજાતિ ભોજન થાળીમાં જાડાધાન મિલેટ્‍સની વાનગીઓ ભાવથી પિરસી હતી. ભૂપેન્‍દ્ર પટેલે પણ આ આદિવાસી ભોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્‍વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી.

Wow Bhupendrabhai Wow... Chief Minister's openness, gentleness and ease of sitting on the ground and eating with tribal family touched everyone.

આવા અતિ સ્‍વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્‍વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે એવો અહોભાવ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો. આદિજાતિ લાભાર્થી સોનલ બહેને PMAYમાં મળેલા આવાસને પોતાની બચતમાંથી સજાવ્‍યું છે તે અંગેની વિગતો પણ સોનલ બહેન અને પરિવારજનો સાથેની વાતચીતથી જાણી હતી તેમના ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્‍યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં હતા. મુખ્‍ય પ્રધાનની આવી નિખાલસતા, મૃદુતા અને આદિજાતિ પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લેવાની સરળતા સૌને સ્‍પર્શી ગઈ હતી. ‘ભોજન એટલુ સ્‍વાદિષ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. બહેનોએ ખુબ જ સ્‍વાદિષ્ટ ભોજન બનાવ્‍યું હતું. આવા જમણ માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવું પડશે, તેવી ભાવના પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!