Connect with us

Palitana

વાળુકડમાં કવિ સંમેલન યોજી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

Published

on

world-mother-language-day-was-celebrated-by-holding-a-poet-convention-in-valukad

પવાર

  • વાળુકડમાં કવિ સંમેલન યોજાયું, સર્જકોએ રચનાઓનો આસ્વાદ કરાવી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વાળુકડ ખાતે યોજાયેલ કવિ સંમેલનમાં ગુજરાતી ભાષા ગૌરવ સાથે સર્જકોએ રચના આસ્વાદ કરાવ્યો હતો. કોલેજની વિદ્યાર્થિનીઓએ પણ રચનાઓ બોલીને સૌને મનોરંજન કરાવ્યું હતું.

world-mother-language-day-was-celebrated-by-holding-a-poet-convention-in-valukad

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને રસિકલાલ ધારીવાલ કોલેજ વાળુકડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે થયેલા કવિ સંમેલન આયોજનમાં પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ જ્હા દ્વારા દૃશ્યશ્રાવ્ય સંદેશા વડે માતૃભાષા અને ગુજરાતી અંગે સૌને શુભકામના સાથે ભાષા સંવર્ધન માટે આગ્રહ વ્યક્ત કરાયો હતો. સંસ્થાના અગ્રણી નાનુભાઈ શિરોયા મુખ્ય અતિથિ સ્થાને આ કવિ સંમેલનમાં સંયોજક દિનેશ વાજાના સંકલન સાથે કવિગણ કૃષ્ણ દવે, અનિરુદ્ધસિંહ ગોહિલ, વિશાલ જોષી તથા નેહા પુરોહિત દ્વારા પ્રકૃતિ, પ્રેમ અને સાંપ્રત સંબંધી રચનાઓથી વિદ્યાર્થીઓ રાજી રાજી થઈ ગયા હતા.

world-mother-language-day-was-celebrated-by-holding-a-poet-convention-in-valukad

ગુજરાતી ભાષા ગૌરવ સાથે સર્જકોએ રચના આસ્વાદ કરાવ્યો હતો. આ પ્રસંગે સંસ્થા પરિવારના અગ્રણીઓ હિંમતભાઈ ગાંધી, પ્રફુલ્લાબેન ગાંધી તથા વીરેન્દ્રભાઈ ગાંધી અતિથિ વિશેષ રહ્યા હતા.માતૃભાષા દિવસ કવિ સંમેલનમાં વિનય વિહાર કેળવણી મંડળ પરિવાર રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ પરિવાર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

error: Content is protected !!