Sihor
સિહોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાયો

પવાર
સિહોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી શહેરના સ્લમ વિસ્તારના નવા ગુંદાળા વસાહત પ્રાથમિક શાળા ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા આરોગ્ય વિભાગ ના અધિકારી શ્રી ડૉ કણજરીયાના માર્ગદર્શન હેઠળ સિહોર અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર ડો. રિદ્ધિબેન, ડૉ લાખાણી, RBSK ના મેડિકલ ઓફીસર ડૉ.વિજયભાઈ કામલિયા તથા સુપરવાઈઝર દીપક નાથાણી,હેલ્થ વર્કર કપિલભાઇ, મહેશભાઈ, જયવંતસિંહ રાઠોડ, વનિતાબેન, દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત શાળા ના બાળકો ને મેલેરિયા વિષેની પ્રાથમિક જાણકારી મચછરની ઉત્પત્તિ , ફેલાવો ના કારણો,મચ્છર ઉત્પતિ અટકાવવા, ઉપાયો,પૂરા ભક્ષક (ગપ્પી માછલી) પ્રદર્શન, મેલેરિયા જાગૃતિજેવી વિવિધ પ્રવુતિઓ સાથે મેલેરિયા અટકાવવા બાળકો ને પ્રોજેક્ટ થી મેલેરિયા અંગે શોર્ટ ફિલ્મ દેખાડવા માં આવી હતી.
આ સમગ્ર આયોજન માં નવા ગુંદાળા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી નીલેશભાઈ નાથાણી, તથા સર્વે શિક્ષક સ્ટાફ દ્વારા સહયોગ મળેલ