Sihor
હાડ ધ્રુજવતાં ઠંડા પવનથી જનજીવન પણ થરથર ધ્રુજ્યું ; દિવસે પણ તાપણા
પવાર
સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિવસભર ઠંડો પવન ફુંકાતા જનજીવન પશુ પંખીયો પર પ્રભાવ જોવા મળી રહયો છે. ચાલુ સપ્તાહમાં લગાતાર પાંચ દિવસથી ઠંડો પવન ફુંકાતા લોકો દિવસ રાત ઠંડીમાં ધ્રુજી રહયા છે. શિયાળાની ઋતુમાં જાન્યુ. માસમાં ઠંડીનું મોજુ ફરી વળતા વહેલી સવાર અને રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
રાજકોટ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડી સીંગલ ડીઝીટમાં નોંધાતા જનજીવન ધ્રુજી ઉઠયું છે. લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહયા છે. દિવસભર ઠંડો પવન ફુંકાતા લોકો કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળી રહયા છે. જાહેર માર્ગોની સાઇડમાં લોકો તડકામાં ઉભા રહેવાનું પસંદ કરી રહયા છે. સતત વાતાવરણ ટાઢુબોળ રહેતા લોકો તડકામાં ઉભા રહી હુંફ મેળવી રહયા છે. તો ઘણા સ્થળોએ દિવસભર તાપણા શરૂ થયા છે. જાહેર બાગ બગીચાના બાકડે લોકો તડાકામાં સુતા નજરે પડી રહયા છે. શહેરમાં ઠંડો પવન ફુંકાતા રાત્રી વહેલી સવારે અને દિવસભર અનેક સ્થળોએ લોકો તાપણું તાપતા નજરે પડી રહયા છે..