Connect with us

Sihor

સિહોરના વોર્ડ 7 માં આ મર્દ માણસો કોણ.? સ્થાનિક લોકોને પાણીના બોર કે ટાંકામાંથી પાણી ભરવા દેતા નથી

Published

on

Who are these men in Ward 7 of Sihore? Local people are not allowed to fill water from water bores or tanks

પવાર

વોર્ડ 7 રામનાથ વિસ્તારની મહિલાઓનું એક ટોળુ નગરપાલિકા ખાતે ઘસી ગયું, મહિલાઓની વેદના હતી કે અમે પાણી માટે તળવળીએ છે, અહીં વિસ્તારમાં અમુક લોકોએ ગેરકાયદેસર વાલો મૂકી દીધા છે, કોઈકે પાણીના બોર કબ્જે કર્યા છે, તો અમૂકે પાણીના ટાંકા કબ્જે કર્યા છે અને અમે પાણી માટે વલખા મારી એ છે..

સિહોર નગરપાલિકા વોર્ડ નં 7 રામનાથ વિસ્તારમાં કેટલાંક મર્દ માણસોએ નગરપાલિકા તંત્રને પડકાર ફેકીને પાણીની લાઈનોમાં ગેરકાયદેસર વાલ મૂકી પાણીની ચોરી કરી રહ્યા છે તો કેટલાક લોકોએ પાણીના બોરનો કબ્જો કરીને સ્થાનિક લોકોને પાણી નહિ ભરવા દેતા હોવાનો મામલો સામે આવ્યો છે કેટલાક લોકોએ નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ પાણીના ટાંકાનો કબ્જો કરીને સમગ્ર વિસ્તારને પરેશાન કરી રહ્યા છે, સ્થાનિક લોકો રજુઆત કરે તો જે થાય તે કરી લેવાની ધમકી પણ આ લોકો આપે છે તેવો આરોપ મહિલાઓએ કર્યો છે. સિહોર વોર્ડ 7 રામનાથ રોડ વિસ્તારનું એક મહિનાઓનું ટોળું નગરપાલિકા ખાતે ખસી જઈને ચિફઓફિસર મારકણાને રૂબરૂ મળ્યું છે અને પાણીની સમસ્યા માટેની રજુઆત કરી હતી આ રજુઆતમાં પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના અગ્રણી ઉમેશ મકવાણા પણ સાથે હતા.

Who are these men in Ward 7 of Sihore? Local people are not allowed to fill water from water bores or tanks

મહિલાઓની રજૂઆત દરમિયાન એક ચોંકાનારી ગંભીર બાબત સામે આવી છે. મહિલાઓનો આરોપ છે કે કેટલાક સ્થાનિક લોકોએ ગેરકાયદેસર પોતાના ફાયદા માટે વાલવ ફીટ કરતા અન્યો ને પાણી મળતું નથી. ગેરકાયદેસર મેઇન પાણી લાઈન માં વાલ ફીટ કરી તેઓના ફાયદા માટે પાણી મેળવી રહ્યા છે અને અન્યો ને પાણી મળતું નથી મહિલાઓની એક રજુઆત એવી પણ હતી કે પાલિકા દ્વારા મુકવામાં આવેલ નો પાણીના ટાંકાનો અન્ય લોકોએ કબજો કર્યો છે. અહી આવેલ પાણીનો બોર પણ અમુક વ્યક્તિઓ ઓ ઉપયોગ કરી ગરીબ અને મધ્યમ પરિવારને પરેશાન કરી રહ્યા છે ત્યારે રજૂઆત કરે તો કહે છે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમારું કોઈ કઈ બગાડી નહિ શકે..વાલવ પણ નહિ નીકળે તેવું દાદાગીરી થી કહે છે, જોકે સમગ્ર રજુઆતના અંતે નગરપાલિકા ચીફઓફિસર મારકણાએ તમામ સમસ્યાઓ માટે સ્થળ મુલાકાત કરી નિરાકરણ માટેની ખાતરી આપી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!