Connect with us

Bhavnagar

ઉનાળા વેકેશનમાં ક્યાં ફરવા જવાનું પ્લાનિંગ છે? ભાવનગરની આ જગ્યા તમને ગોવા પણ ભૂલાવી દેશે

Published

on

Where are you planning to go on summer vacation? This place in Bhavnagar will make you forget even Goa

બરફવાળા

આ સ્થળેથી માનવ સંસ્કૃતિના પ્રાચિન અવશેષો મળી આવ્યા હતા, 1500 વર્ષ પહેલા પશ્વિમ ભારતમાં મૈત્રક કાળના શાસકો રાજકીય, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે ખૂબ જાણીતા હતા.

એવુ કહેવાય છે જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે ગુજરાતી. પહેલા આ કહેવત એવી હતી કે જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ. પણ મુળ વાત એવી છે કે ગુજરાતીઓને નાનુ પણ વેકેશન મળે કે ફરવા માટે નવી જગ્યા શોધવા હોય છે. શિયાળો પુરો થઈ ગયો છે. અને ઉનાળાની શરુઆત થઈ ગઈ છે ત્યારે આપણા માટે અમે નવી જગ્યા શોધી લાવ્યા છીએ અને તે પણ ભાવનગરથી 30 કિમી દુર આ સ્થળ આવેલુ છે. જેનુ નામ હાથબ છે. આ  કુદરતી હવા ખાવા માટે સુંદર જગ્યા છે. ભાવનગરમાં આવેલુ  આ હાથબ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા હાથબ ગામનું ઉત્ખનન કરવામાં આવ્યુ છે.

Where are you planning to go on summer vacation? This place in Bhavnagar will make you forget even Goa

આ સ્થળેથી માનવ સંસ્કૃતિના પ્રાચિન અવશેષો મળી આવ્યા હતા. 1985માં ગુજરાતના વન વિભાગના સહયોગથી આ હાથબનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. હાથબ આજથી 1500 વર્ષ પહેલા પશ્વિમ ભારતમાં મૈત્રક કાળના સમયે તેમના શાસકોએ ભારતીય ઈતિહાસમાં રાજકીય, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે ખૂબ જાણીતા હતી. તે સમયે અહી વલભી વિદ્યાપીઠ આવેલી હતી. અને તેની બાજુમાં હસ્તવપ્ર નામનું બંદરિય નગર આવેલુ હતું. જે આજે ભાવનગરમાં હાથબ તરીકે જાણીતુ છે. 18 વર્ષ પહેલા અહીથી નગર રચનાના ઉત્તમ નમુના મળી આવ્યા હતા.

હાથબના બંગલામા જવા માટે 10 રુપિયા ફી રાખવામાં આવી છે

Advertisement

ભાવનગરમાં રાજવી પરિવારે અહી હાથબ પાસે દોઢ કિલોમીટર દરિયા કિનારે બંગલો બનાવ્યો હતો. હાલમાં આ બંગલો વન વિભાગ હસ્તક છે. અહી રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને હાથબના બંગલામા જવા માટે 10 રુપિયા ફી રાખવામાં આવી છે.

error: Content is protected !!