Palitana
પાલીતાણા ; કોંગ્રેસ ભાજપના ઉમેદવાર સામે આવી ગયા તો એવું કર્યું કે લોકોના દિલ જીતી લીધા

મિલન કુવાડિયા
સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીમાં સામે સામે લડતા ઉમેદવારો વચ્ચે આરોપ-પ્રત્યારોપ થતા હોય છે વળી કેટલાય સ્થાને તો ઝઘડા પણ થતા હોય છે અને તેના માઠા પરિણામો સામે આવતા હોય છે. પરંતુ એક એવી બેઠક છે કે જ્યાંના ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સામે હાથ મેળવી ને ભેટી પડ્યાં હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચવા લાગ્યા છે ત્યારે પાલીતાણા ખાતે કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ રાઠોડ, ભાજપના ઉમેદવાર ભીખાભાઇ બારૈયા પણ પાલીતાણા ડે કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. દરમિયાન બંને ઉમેદવારો અને તેમના કાર્યકરો પણ સાથે હતા અને બંને પક્ષ સામે મળી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ડે કલેકટર કચેરી ખાતે સામે મળી ગયા ત્યારે ખુબ સરસ દ્રશ્યો ઉમેદવારોની ખેલદીલીથી જોવા મળ્યા હતા. કારણ કે બંને ઉમેદવારો એક બીજાને હળવા મુડમાં મળ્યા હાથ મિલાવ્યા એટલું જ નહીં એક બીજાને શુભકામનાઓ પણ આપી હતી.એક બીજાને શુભેચ્છા આપતા સ્મિત સાથે વાતો કરતા ઉમેદવારો એ રાજકારણ માટે ઉદાહરણ પુરુ પાડ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે તેઓ બંને હરીફ વચ્ચે સ્પર્ધા હોવા છતાં પણ સ્પર્ધાને રાજકારણ પુરતી સીમિત રાખી અને ગળાકાપ સ્પર્ધાથી દૂર રહ્યાં હતા. આ ઘટનાની તસવીર અને અહેવાલ સામે આવતા પાલીતાણા જ નહિ સમગ્ર જિલ્લા અને રાજ્યમાં લોકો પણ ઉમેદવારોની ખેલદીલીના વખાણ કરી રહ્યાં છે લોકોનું માનવું છે કે આ પ્રકારના રાજનેતાઓ હોય તો જ રાજકારણ ગંદુ હોવાની છાપ ભૂંસાય હવે બંનેમાંથી ઉમેદવારમાંથી કોણ જીતે એ તો જનતા નક્કી કરશે પણ બંનેએ ચોક્કસ પણે લોકોના દિલ જીતી લીધા છે.