Sihor
સિહોરના પાંજરાપોળ વિસ્તારના રહેણાકી મકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી લાખોનું નુકશાન થતા અટકાવ્યું

પવાર
સિહોરમા આવેલ પાંજરાપોળની સામે એક મકાનમાં અચાનક આગ લાગતા સિહોર નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. સિહોર નગરપાલિકા વોર્ડ નં ૫માં પાંજરાપોળની સામે આવેલ જગદિશ્વરાનંદ સોસાયટી નંબર ૨માં આવેલ રમેશભાઈ દેવશંકરભાઇ પાઠકના મકાનના પાછળના ભાગે આવેલ છેલ્લા રૂમમાં અચાનક ધુમાડા નીકળતા જોઇ આસપાસના લોકોએ તાત્કાલિક સિહોર નગરપાલીકાના ફાયબ્રિગેડને ફોન કરતાં ફાયર કમાન્ડો પાયલોટ ધર્મેન્દ્ર ચાવડા,શિવુંભા ગોહિલ,રાહુલભાઇ સંદીપભાઈ રાવ, રાજેશ ચૌહાણ સહિત નોસ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેવા કોશિષ કરતાં પાછળના બંધ રૂમમાં એસી તેમજ કોમ્પ્યુટર રૂમમાં કોઈ શોર્ટ સર્કીટ અથવા કોઇ બીજાં અન્ય કારણોસર આગ લાગતા ફાયર ફાઇટરનાં પાયલોટ ધર્મેન્દ્ર ચાવડાને ધન્યવાદ્ આપવા જોઇએ કારણ કે આખું મકાન એટલું પેક હતુ કે ધુમાડા સીવાય કશું જ દેખાતું ન હતું
છતા ધર્મેન્દ્ર ચાવડા એકલા પોતાના જીવને મુઠ્ઠીમાં લઈને આ મકાનમાં પ્રવેશ કરી દરવાજો તોડી લાખો રૂપિયાનું નુકશાન અટકાવી આગની ઉપર કાબુ મેળવ્યો હતો. આ રમેશભાઈ પાઠક અને તેમના પત્ની બંને એકલા રહે છે જ્યારે તેમના દીકરાઓ ભાવનગર રહેતાં હોય રમેશભાઈ એકલા જ ઘરે હોય સમયસૂચકતા થી બચી જવા પામેલ છે તેમજ લાખો રૂપિયાનું નુકશાન પણ થતું અટકી ગયેલ છે.જે અંગે રમેશભાઈ એ પોતાના આંખો ની આશ્રું ધારા સાથે ફાયર ના કમાન્ડો ધર્મેન્દ્ર ચાવડા નો આભાર વ્યક્ત કરેલ હતો.