Bhavnagar
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ લોકપ્રશ્નો સાંભળ્યા

કુવાડિયા
ભાવનગર શહેરના કાળાનાળા પાસે આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્યએ લોકપ્રશ્નોનો સાંભળ્યા હતા, અને સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી બને તેટલી તરત ઉકેલ આવે તે દિશાના પગલાં પણ લીધા હતા.
આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વ્યક્તિગત પ્રશ્નો, વહીવટી પ્રશ્નો, વિકાસની કામો, નાની-મોટી જરૂરિયાત હોય, માળખાકીય સુવિધાઓ માટે, રાજ્ય સરકારની યોજનાઓ, સરકારી યોજનાઓમાં મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે અરજદારો ને સરળતાથી કેવી રીતે મળે તે લાભ મળે, નાની મોટી સમસ્યાઓનો નિકાલ માટે પ્રયાસ કરવામાં આવે છે.
આ લોકપ્રશ્નોમાં નાગરિક, પ્રતિનિધિઓ, અરજદારો અને શુભેચ્છકો પોતાના પ્રશ્નોને લઈ શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં આવ્યા હતા અને લોક રજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, કોર્પોરેટરો, તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.