Sihor
20 વર્ષની આર્મી સર્વિસ કરીને વતન પરત ફરતા વાજતે ગાજતે સ્વાગત ; સિહોરના આર્મી જવાન દેશની રક્ષા કરી નિવૃત્ત થયા

પવાર
આર્મી જવાન દેશની રક્ષા કરી નિવૃત્ત થતા સિહોરમાં ભવ્ય સ્વાગત કરાયું, દેશભક્તિના માહોલ અને ગીત સંગીત સાથે ભવ્ય સ્વાગત સન્માન, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 20 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા સિહોરના હિરેનભાઈ સોલંકી આજે સમી સાંજે સિહોર ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી મોટી સંખ્યામાં દેશપ્રેમી યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
20 વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્યોમાં અને બોર્ડર પર ફરજો બજાવીને હિરેનભાઈ સોલંકી જ્યારે પરત વતન સિહોર ખાતે સાંજે પધાર્યા ત્યારે સોલંકી પરિવાર , મિત્રજનો બહોળી સંખ્યામાં સ્વાગત સન્માન કરવા હાજર હતા સ્વાગત કર્યાં બાદ એમને ડી.જે. સહિત વાજતે ગાજતે કુટુંબીજનો, મિત્રમંડળ, એ વીર યોદ્ધા હિરેનભાઈને એમના નિવાસસ્થાન સુધી ડી.જે. સહિત સન્માન-રેલી, બહુમાન આપ્યું હતું.
હિરેનભાઈ એ આર્મીમાં 20 વર્ષની ફરજ દરમિયાન આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, આસામ, ઓરિસ્સા, મેઘાલય, ઉત્તરપ્રદેશ, કાશ્મીર, વિગેરે રાજ્યોમાં કઠિન ફરજો બજાવી છે સિહોરની રૂપાલી સોસાયટીમાં રહેતા હિરેનભાઈ સોલંકીએ પોતાના જીવનના 20 વર્ષ દેશની સરહદના રખોપા કરી નિવૃત થતા માદરેવતન સિહોર આવતા લોકોએ મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. સાથે જ હિરેનભાઈની દેશસેવાને લોકોએ સહિત હાજર રહેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી.
આ પ્રસંગે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આર્મી જવાન હિરેનભાઈએ સ્વાગત-સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હૂ જરૂરી માર્ગદર્શન આપીશ અને દેશ સેવામાં જોડાવા આહવાન કરું છું. આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો, યુવાનો સૌ કોઈનો આભાર વ્યક્ત કરૂ છું.