Connect with us

Sihor

યુદ્ધ ; સિહોરના મોટાચોક વિસ્તારમાં બે આખલા વચ્ચે સિગડા યુદ્ધ, લોકોમાં ભાગદોડ મચી

Published

on

War; Cigda war between two bulls in Motachok area of Sihore, people ran away

પવાર

મોટાચોકમાં બે આખલાઓ બાખડ્યા, લોકોમાં ભારે અફરાતફરી મચી, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં, આખલા યુદ્ધ દરમિયાન થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ, રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ

સિહોરના મોટાચોક વિસ્તારમાં બે આખલાઓ બાખડ્યાં હતા. જેને લઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે. સિહોર શહેરના મુખ્ય માર્ગ અને મહોલ્લામાં રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. જેને કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે, ત્યારે મોટચોક વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. જેથી રાહદારીઓ સાથે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે આખલાઓએ જાણે સમગ્ર જાહેર માર્ગને બાનમાં લીધું હતું. આ આખલા યુદ્ધના પગલે રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી પડી હતી અને થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે રખડતા પશુઓને વહેલી તકે તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ ઉઠી છે.

War; Cigda war between two bulls in Motachok area of Sihore, people ran away

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે અસહ્ય બની રહ્યો છે તો પાલિકા તંત્રની કામગીરી પણ શહેરીજનોની સુખાકારી માટે બિલકુલ નિરસ બની હોય જેના કારણે પ્રજાજનો રખડતા ઢોરોની સાથે સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. મોટાચોક વિસ્તારમાં બે રખડતા આખલાઓ વચ્ચે સિગડા યુધ્ધ જામતા આ વિસ્તારના અફડા તફડી મચી જવા પામી હતી તો આ વિસ્તારના સ્થાનિક લોકોએ મહામુસીબતે બન્ને આખલાઓને છુટા પાડી ભગાડતા લોકોને હાશકારો અનુભવ્યો હતો. શહેરમાં રખડતા ઢોરો ની સમસ્યાનો અંત લાવવા પાલિકા સત્તાધીશો કુંભકર્ણ ની નિદ્વા માથી બહાર આવી ઢોર ડબ્બાની કામગીરી તેજ બનાવે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!