Connect with us

Sihor

સિહોર પીઆઇ કે ડી ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા સન્માનિત કરતા ગ્રામજનો

Published

on

villagers-honoring-sihor-pi-k-d-gohils-transfer-to-aravalli

ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ વિભાગોમાં બદલીઓનો દોર શરૂ થયો સિહોર ફરજ બજાવતા પોલીસ પીઆઈને અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજો દ્વારા સન્માનિત કરાઈ રહ્યા છે સિહોરની પ્રત્યેક વ્યક્તિની સમસ્‍યાઓનું નિરાકરણ તાત્‍કાલિક કરનાર પીઆઇ કે ડી ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજ અને વર્ગના લોકો સન્માન કરી રહ્યા છે સિહોરના ગરિયાળા સમાજ તેમજ રાજકીય બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રી ગોહિલનું ફુલહાર સાથે સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા

villagers-honoring-sihor-pi-k-d-gohils-transfer-to-aravalli

એ તકે અગ્રણી ગરિયાળા સમાજના કરીમભાઈ સરવૈયાએ કે ડી ગોહિલની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે અનેક લોકોના ઘરના સુખદ સમાધાન લાવ્‍યા, અનેક લોકોને યોગ્‍ય માર્ગદર્શન આપી સાચી અને નવી દિશા બતાવી છે.સિહોરના લોકોમાં પ્રિય અને આમ જનતાની સમસ્‍યા હંમેશા ઉકેલ લાવવા માટે સક્રિય રહી ઉકેલ લાવતા જનતાના સાચા મિત્રની ફરજ બજાવી ને લોકો ચાહના મેળવી છે બીજી તરફ ચૂંટણી બંદોબસ્ત સફળતાપૂર્વક પાર પાડ્યા છે સફળ કામગીરી કરવામાં પણ સફળ સાબિત થયા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!