Connect with us

Bhavnagar

વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ સાથે હવે જીતુભાઇ વાઘાણીને લોકસભા બેઠક માટે મેદાનમાં ઉતાર્યા : આગામી દિવસોમાં પ્રચારમાં જોડાશે

Published

on

Vijaybhai Rupani along with Nitinbhai Patel now field Jitubhai Vaghani for Lok Sabha seat: Will join campaign in coming days

કુવાડિયા

જીતુ વાઘાણી હવે રાષ્ટ્રીય સ્તરે ; લોકસભા બેઠકો માટે પ્રચારની જવાબદારી

આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હવે તેના પુર્વ મુખ્યમંત્રીઓ મંત્રીઓ તથા પક્ષના અનેક સાઈડલાઈન થયેલા નેતાઓને એકશનમાં લાવ્યા છે અને તેઓને લોકસભા ચૂંટણીમાં મતવિસ્તાર મુજબ ડયુટી સોંપાઈ છે. ભાવનગરના ધારાસભ્ય પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણીને રાષ્ટ્રીય સ્તરે ભાજપનો વ્યાપ વધારવાની જવાબદારી સોંપાઈ છે. પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ દિલ્હીમાં જવાબદારી સોપાઈ છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરના આઠ નેતાઓને રાજયમાં જવાબદારી સોંપાઈ છે. અને વિવિધ લોકસભા જવાબદારી સુપ્રત કરી છે. ભાજપ હાઈકમાન્ડે 300 જેટલા નેતાઓને મેદાનમાં ઉતારીને 160 જેટલી લોકસભા બેઠકોની જવાબદારી સુપ્રત કરી છે.

Gujarat BJP chief Jitu Vaghani's son caught cheating in college exams |  India News

જયાં તેઓ પહોંચીને મોદી સરકારના નવ વર્ષની ઉજવણી સહિત જનસંપર્ક અભિયાનમાં ભાગ લેશે.આ એક મહિના અંતર્ગત ભાજપના નેતાઓ પોતાને સોંપેલા વિસ્તારમાં જઈને જનસંપર્ક અભિયાન ચલાવશે. આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની 7 પૈકી ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ એમ 3 લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ઉતરપ્રદેશની મુજજફરનગર, કૈરાના તેમજ ઉતરાખંડની ટીહરી, હરિદ્વારા અને ગઢવાલ મળીને બે રાજયની 5 લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જયાં તેઓ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.આ ઉપરાંત ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને પણ ઉતરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની કેટલીક લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!