Sihor
સિહોર તાલુકાની વિદ્યામંજરી જ્ઞાનપીઠનો વિદ્યા રંગોત્સવ 2023 ઉત્સાહભેર સંપન્ન
પવાર
- બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પીરસવાનું સેવાકાર્ય આ સંસ્થા 20 વર્ષથી કરી રહી છે : અશોકભાઈ ઉલવા
- બાળકોને સારી સ્કુલમાં મોકલવા હોય તો વિદ્યામંજરી મોખરે ; વિદ્યામંજરી જેવી સ્કુલોના લીધે સિહોરનું શિક્ષણ ઉજળું ; પ્રતિષ્ઠા સાથે આ શાળા આગળ વધી છે : આ સ્કુલમાં શિક્ષણની સાથે સંસ્કાર પણ મળે છે : મંચસ્થાને ઉપસ્થિત સૌનો એકસુર
સિહોર તાલુકામા શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં જેની ગૌરવ સાથે ગણના થાય છે તે સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠનો વાર્ષિકોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો છે,સિહોર ખાતે આવેલ સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શૈક્ષણિક કાર્યની સાથે સમાજ સેવા અને સામાજિક ઉથ્થાન નું કાર્ય કરે છે. સંસ્થાના ટ્રષ્ટિ અને પીકે મોરડીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કામ કરે છે. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ ને બહાર લાવવા શાળા દ્વારા વાર્ષિકોત્સવ અને સાંસ્કુતિક કાર્યક્રમ નું આયોજન શાળાના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું.
શિશુવિહાર થી લઈને પ્રાથમિક, માધ્યમિક અને વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી મોટા ભાગના વિધાર્થીઓએ ભાગ લીધો હતો દેશભક્તિ સોન્ગ, ડાન્સ, નાટક, ફિલ્મી ડાન્સ સાથે બાળકલાકારોએ સૌને ચકિત કરી દીધા હતા. સંસ્થાના મુખ્યા ટ્રષ્ટિ અને જિલ્લા રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવા એ પોતાનું વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પીરસવાનું સેવા કાર્ય આ સંસ્થા 20 વર્ષથી અવિરત કરી રહી છે. મંચસ્થાને દરેકે પોતાના ઉદબોધનમાં જણાવેલ કે છેલ્લા 20 વર્ષથી આ શાળા કાર્યરત છે. બાળકોને સારી સ્કુલમાં ભણાવવા હોય તો એક જ સ્કુલનું નામ આવે અને તે છે વિદ્યામંજરી આ શાળામાં શિક્ષણની સાથોસાથ સંસ્કારનું સિંચન પણ કરવામાં આવે છે.
વિદ્યામંજરી જેવી સ્કુલોના લીધે સિહોરનું શિક્ષણ ઉજળું છે, પ્રતિષ્ઠા સાથે આ સ્કુલ આગળ વધી છે. આજકાલ સંગીત, ચિત્રકામ અને વ્યાયામના શિક્ષકો બહુ ઓછી સ્કુલોમાં જોવા મળે છે. જયારે આ શાળામાં તમામ વિષયોના શિક્ષકો સેવા આપે છે. સિહોર તાલુકામા શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં જેની ગૌરવ સાથે ગણના થાય છે તે સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠનો વાર્ષિકોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો છે, યોજાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ રાજકીય આગેવાનો તથા વિધાર્થીનીઓ-વાલીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શૈક્ષણિક સંસ્થા છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે.આ સંસ્થામા સામાજીક-સાંસ્કૃતિક-રમતગમત સહિત વૈવિધ્યસભર જ્ઞાન પીરસવામા આવે છે. આ સંસ્થાના વિધાર્થી રાજય-રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઈ રહ્યા છે અને ઝળહળતી ફતેહ હાંસલ કરી રહ્યા છે. કાર્યક્રમમા વિધાર્થીઓ-શિક્ષકોને સન્માનિત કરાયા હતા.વિધાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.