Sihor
સિહોરના ટાણા રોડ ઉપર આવેલ ગાંધારી આશ્રમના પૂજ્ય મહંત દેવલોક પામતા ગમગીની
દેવરાજ
- અસંખ્ય ભાવિકોમાં ઘેરા શોકની લાગણી, ભાવિકો અંતિમ દર્શને ઉમટી પડ્યા, આવતીકાલે સવારે આશ્રમમાં બાપુના પાર્થિવદેહને સમાધિ અપાશે
સિહોરના ટાણા રોડ ઉપર આવેલ ગોતમેશ્વર નજીક આવેલ ગાંધારી આશ્રમના પૂજ્ય મહંત આજે સવારે દેવલોક પામ્યા છે, જેને લઈ ભાવિકોમાં ઘેરો શોક છવાયો છે. ગાંધારી આશ્રમના મહંત શ્રી ભાગીરથગીરી છેલ્લા ઘણા વર્ષોથી અહીં ગૌશાળા ચલાવતા હતા. જેઓ દેવલોક પામતા સર્વત્ર શોકની લાગણી છવાઈ ગઈ છે. આજે સવારે ૧૧ વાગે તેમનો દેહવિલય થતા સિહોરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું બાપુના દેહવિલય થયાના સમાચારને લઈ સાધુ સંતો અને ભક્તો મોટી સંખ્યામાં આશ્રમ ખાતે પહોંચી ગયા હતા
બાપુની પાલખી યાત્રા આશ્રમ થી લઈ સાગવાડી, સર, સખવદર, કાજાવદર, સિહોર, ગુંદાળા, વગેરે જગ્યા પર ફરી હતી અને આવતીકાલે સવારે ૯/૩૦ કલાકે આશ્રમ પાસે બાપુના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે બાપુના દેહ વિલયને લઈને બહુ મોટી ખોટ પડી છે ગાંધારી આશ્રમમાં આશરે ૫૦૦થી વધુ ગાયો ૧૦થી વધુ કુતરા ૧૦થી વધુ હંસ તેમજ અસંખ્ય પશુ પંખીઓ અહીં વસવાટ કરે છે.નોંધનીય છે કે સિહોરના ગૌતમેશ્વર રોડ પર આવેલ ગાંધારી આશ્રમ જીવદયા પ્રેમીઓ માટે એક આસ્થાનું કેન્દ્ર હતું અને ખૂબ મોટી સંખ્યામાં પશુઓ રાખવામાં આવે છે મહંતના અવસાનને લઈ ઘેરો શોક વ્યાપ્યો છે