Connect with us

Sihor

સિહોર કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી

Published

on

Various questions were submitted by Sehore Congress

દેવરાજVarious questions were submitted by Sehore Congress

નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું, સમસ્યાઓના નિરાકરણ માટે માંગ

સિહોરમાં ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરાઈ જવી,સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જવી તેમજ રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડી જવા વગેરે જેવા પ્રશ્નોનો રણી ધણી વગરની સિહોર નગરપાલિકા કચેરી દ્વારા કોઈ જ ઉકેલ ના લાવતા જાગૃત નાગરિકો અવારનવાર સિહોર કોંગ્રેસ ના આગેવાનોને ફરિયાદ કરતા હોય છે ત્યારે એને અનુસંધાને આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર નગરપાલિકા ના ચિફ ઓફિસર મારકણા સાહેબને સિહોરના વિવિધ પ્રશ્નોની મૌખિક રજૂઆતો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,ધીરુભાઈ ચૌહાણ,કિરણભાઈ ઘેલડા,યુવરાજ રાવ,ઈશ્વરભાઈ નમસા, છોટૂભા રાણા,રાજુભાઈ ગોહિલ,દેવ મકવાણા,અશોક બુધ્ધભટ્ટી તથા ધવલ પલાણીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

error: Content is protected !!