Connect with us

Sihor

સિહોર શહેરમાં વિવિધ વિસ્તારોને CCTV કેમેરાથી રક્ષિત કરવા જરૂરી

Published

on

various-areas-in-sehore-city-need-to-be-secured-with-cctv-cameras

પવાર

વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનો અભાવ, વર્ષો પહેલાનો પ્રોજેકટ આજે પણ અદ્ધરતાલ

સિહોરએ સતત વિકસી અને વિસ્તરી રહેલું શહેર છે. આ શહેર જિલ્લાના અન્ય શહેરો કરતાં વધુ ઝડપી રીતે વિકસી રહ્યું છે. સિહોરમાંથી ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આથી સિહોરમાં અવારનવાર અકસ્માતો બનતા હોય છે. આથી સિહોરમાં જાહેર સ્થળોએ ત્રીજા નેત્ર એટલે કે સીસીટીવી કેમેરા મૂકવાની માંગ તાતી આવશ્યકતા છે. અંદાજે એકાદ લાખથી વધુ વસતી ધરાવતું શહેર છે. ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતું તાલુકા મથક પણ છે.પરંતુ સિહોરમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાને અભાવે નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Various areas in Sehore city need to be secured with CCTV cameras

સિહોરમાં વડલા ચોક, ટાણા ચોકડી, ટાવર અમદાવાદ રોડ, મેઇન બજાર, દાદાની વાવ, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે. ઘણી વાર હેવી વાહન ચાલકો નાના વાહનોને ટલ્લો મારીને નાસી છૂટતા હોય છે. બજારમાં ખરીદી કરવા ગયેલ કોઇ મહિલા કે બુઝુર્ગ પાસેથી કોઇ ચીલઝડપ કરીને નાસી જાય તો આવા ગુનામાં પોલીસને ગુના ઉકેલવામાં સરળતા રહે. સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આજના યુગમાં એક અત્યંત ઉત્તમ માધ્યમ છે. આજે દિવસે દિવસે વસતીના અનુપાતમાં ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

Various areas in Sehore city need to be secured with CCTV cameras

આથી ગુનાઓ ડિટેઇન કરવામાં પોલીસને ઘણી વાર ખાસ્સો સમય લાગી જતો હોય છે. ભાવનગર સહિતના ઘણા શહેરોમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જયારે સિહોર તો એક એવું શહેર છે કે જયાંથી સમગ્ર રાજયના અનેક નાના- મોટા શહેરોમાં જતા- આવતા બેશુમાર વાહનો પસાર થાય છે. આથી સિહોરમાં વહેલામાં વહેલી તકે ત્રિનેત્ર મૂકવામાં આવે તેવી લોકમાંગ વધુ પડતી તો નહીં જ ગણાય. સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આજના યુગમાં એક અત્યંત ઉત્તમ માધ્યમ છે.

Advertisement
error: Content is protected !!