Sihor
સિહોરના વરલ ગામે બાળા ની હત્યા કરનાર શખ્સોને કોર્ટમાં રજુ કર્યા ; 2 દિવસના રિમાન્ડ મંજુર

કુવાડિયા
- પરમ દિવસે રાત્રે બનેલી ઘટનાના પગલે આજના દિવસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત, પોલીસનું રાઉન્ડ કલોક પેટ્રોલિંગ
સિહોરના વરલ ગામે સામાન્ય બાબતે બે જૂથો આમને સામને આવી જતા આ મારામારી મા 16 વર્ષની બાળાની હત્યા થઈ હતી આ હત્યાના પગલે વરલ ગામમાં તંગદીલી નું વાતાવરણ સર્જાયું હતું ઉપરાંત આ જૂથ અથડામણમાં બંને પક્ષે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી ફરિયાદના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે બાળાની હત્યા કરનાર છ શખ્સો પૈકી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે છઠ્ઠો આરોપી હાલ ઈજાગ્રસ્ત હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બાળા ની હત્યા કરનાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેના પગલે બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વરલ ગામે ટાવરનું કામ ચાલુ હોય ત્યા ગુરૂવારે અરસા દરમિયાન વરલ ગામે રહેતો આરીફ અલારખભાઈ પાયક ટ્રેકટર લેવા માટે ગયો હતો. જ્યાં વરલ ગામના પુર્વ સરપંચ લશ્કરભાઈ માધાભાઈ બારૈયા સાથે આરીફને બોલાચાલી થતા આરીફ અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો.
દરમિયાન ઉગ્ર બોલાચાલીને લઈ આરીફ આવેશમાં આવી તેની પાસે રહેલી છરી લશ્કરભાઈને મારવા માટે દોડયો હતો. તે વેળાએ હાજર લશ્કરભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની દીકરી રાધિકાબેન (ઉ.વ. ૧૬) પોતાના કાકાને બચાવવા દોડીને વચ્ચે પડતા આરીફ સહિત અરમાન મહમદભાઈ પાયક અશરફ ઉર્ફે સુશો અરમાન હારુનભાઈ પાયક ઈરફાન બાબુભાઈ એ રાધિકાબેનને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું.ગ્રામજનો દોડી આવ્યા ઉંક્ત રક્તરંજીત ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બાળા ની હત્યા કરનાર આરીફ અલ્લારખભાઈ પાયક ઉ.વ. ૩૦,અશરફ ઉર્ફે સુસો જુસબભાઈ પાયક ઉ.વ.૨૨,અરમાન હારૂનભાઈ પાયક ઉ.વ.૨૧ ઈરફાન બાબુભાઈ પાયક ઉ.વ.૩૦,અમીન અહમદભાઈ પાયક ઉ.વ.૨૭ ,આદિલ યુનુસભાઈ પાયક ઉ.વ.૨૪ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલ્લાકોમાં ધરપકડ કરી લીધી હતી જ્યારે ઝડપાયેલા આરોપીઓને સિહોર પોલીસ મથકે સોંપી આપતા સિહોર પોલીસ ઝડપાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે ઉલ્લેખનીય છે કે ઘટનાના આજે બીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રહ્યો હતો