Connect with us

Sihor

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ આવડકૃપા પ્રા.લિ. ખાતે ૧૫૫૧મા કન્ટેનરને લીલી ઝંડી આપી

Published

on

Union Health Minister Dr. Mansukh Mandaviya Awadkripa Pvt. At 1551 the container was given the green light

Kuvadiya

સિહોર નજીક આવેલ આવડ કૃપા પ્રાઇવેટ લિમિટેડ ખાતે કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિ, અહીં ઉદ્યોગકારો સાથે બેઠક કરી તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે ખાતરી આપી

ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ આજે સિહોર નજીક આવેલા કન્ટેઇનર ઉત્પાદન એકમ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લિ. કંપનીની મુલાકાત લીધી હતી તેમજ ત્યાં બનેલા ૧૫૫૧મા કન્ટેનરને લીલી ઝંડી આપી હતી. તેમણે કંપનીમાં તૈયાર થઇ રહેલા કન્ટેઇનર અંગેની જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

ત્યારબાદ તેમણે ભાવનગર અને અલંગના ઉદ્યોગકારો સાથે બેઠક કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ જરૂરી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. આ તકે મંત્રીશ્રીની સાથે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયા, ડે. મેયર શ્રી કુમારભાઈ શાહ, શ્રી અભય સિંહ ચૌહાણ, આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.નાં શ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી વલ્લભભાઈ પટેલ સહિતનાં ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!