Sihor
કમનસીબ સિહોર ; પાણી માટે દરબદર ભટકવું પડી રહ્યું છે રામનગર પ્લોટિંગ વિસ્તારને, તરસ્યા લોકોને તરસી ધરતી……

પવાર
લોકોનું જીવન ટીપા ટીપા પાણી માટે મોહતાજ…
સિહોર શહેરના અનેક વિસ્તારોમાં પાણી માટે એટલી વિકટ સ્થિતી સર્જાયેલી છે કે લોકોને પાણી માટે દરબદર ભટકવું પડી રહ્યું છે. પરિસ્થિતી એવી વિક્ટ છે કે સવાર પડતા જ પાણીની શોધ માટે નીકળવું પડી રહ્યું છે. શ્રમજીવી લોકોનું જીવન ટીપા ટીપા પાણી માટે મોહતાજ બની ગયું છે કરૂણતા તો જુઓ રાજીવનગર પ્લોટિંગ વિસ્તાર સહિત સિહોરના અનેક વિસ્તારોમાં લોકોને એક એક બેડા પાણી માટે સવારથી જ પરિશ્રમ કરવો પડે છે.
મહિલાઓ આજીજી કરી રહી છે કે પાણી આપો.અહીં પીવાના પાણી માટે વિકટ સ્થિતી છે મહિલાઓની વાત પરથી લાગે છે કે પરિસ્થિતી સર્જાતી હશે તેની કલ્પના કરીને પણ ધ્રુજી જવાય તેમ છે.ત્યારે જો આવી સ્થિતી હોય તો ગુજરાતનો વિકાસ કેવો અને કેટલો થયો છે તે સમજી શકાય છે.