Sihor
સૌની યોજના હેઠળ સિહોર ગૌતમેશ્વર તળાવનો સમાવેશ કરવા ઉમેશ મકવાણાની રજુઆત
પવાર
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળી સિહોર ગૌતમેશ્વર તળાવ તેમજ ખોડીયાર તળાવને સૌની યોજના હેઠળ ભરવા રજુઆત, ઉમેશ મકવાણા, અને કાળુભાઇ ચૌહાણ દ્વારા સમગ્ર પરિસ્થિતિ અંગે મંત્રીને વાકેફ કર્યા
સૌની યોજના અંતર્ગત સિહોર ગૌતમેશ્વર તળાવને નર્મદાના નિરથી ભરી આપવા શહેરીજનોની પ્રબળ માગણી ઉઠવા પામી હતી જેથી પાણીની તંગી અનુભવતા લોકો હળવાશ થઇ શકે. જે મામલો ગાંધીનગર સુધી પોહચ્યો છે અને સૌની યોજના હેઠળ સિહોર ગૌતમેશ્વર તળાવનો સમાવેશ કરવા ઉમેશ મકવાણાએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવલિયાને રજુઆત કરી છે શહેરને ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવા માટે ગૌતમેશ્વર તળાવ એકમાત્ર આધાર છે. આઠ થી દસ દિવસે એક જ વખત ઘરે ઘરે નળ દ્વારા પાણી અપાય છે. પરંતુ એમાય જો કોઇપણ જાતનો ખોટકો આવે કે લાઇટનો પ્રોબલેમ આવે કે પાણીની લાઇન તુટે તો મહિપરીનું પાણી ઉપરથી બંધ થઇ જાય તો સિહોર શહેરની જનતાને પાણી માટે વલખા મારવા પડે છે.
છેલ્લા વર્ષોથી શહેરની જનતાઓની પાણી માટે વલખા મારવા જેવી દશા છે ત્યારે જો સિહોરનું ગૌતમેશ્વર તળાવ પણ સૌની યોજનામાં સમાવેશ કરી તળાવ સુધી મહિપરિ યોજનાની મોટી લાઇન નાખી તળાવ ભરી દેવા સિહોર શહેરની જનતાઓમાં માગ ઉઠવા પામી છે. સિહોરના ઉમેશ મકવાણા, કાળુભાઈ ચૌહાણે સરકારના મંત્રીને રજૂઆતો કરી કે સિહોરનું ગૌતમેશ્વર તળાવ ભરી દેવામાં આવે તો સિહોર શહેરના પાણીનો કાયમિક પ્રશ્ન હલ થઇ શકે. તેમજ તાલુકાના ખોડીયાર તળાવને સૌની યોજનામાં સમાવેશ કરી વહેલી તકે મંજૂરી મળે અને ઝડપથી કામગીરી શરૂ થાય તે માટે મંત્રી સામે માંગ કરી હતી અને વહેલી તકે યોગ્ય કરવાની મંત્રીએ ખાત્રી આપી હતી