Connect with us

Sihor

સિહોરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ભાવનગરના બે શખ્સ ઝબ્બે

Published

on

two-persons-from-bhavnagar-were-caught-with-a-quantity-of-foreign-liquor-from-sihore
  • દારૂ, કાર અને મોબાઈલ મળી રૂપિયા ૩.૨૫ લાખનો મુદ્દામાલ બરામત કરાયો, સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામેના શખ્સ પાસેથી દારૂનો જથ્થો મેળવાયો હતો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોવડના સ્ટાફને મળેલ બાતમી આધારે સિહોરની ઘાંઘળી ચોકડી પાસે વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી કાર સાથે આનંદનગરના બે શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા સુરેન્દ્રનગરના વસ્તડી ગામેના શખ્સ પાસેથી વિદેશી દારૂ મેળવી ઉત્તર કૃષ્ણનગરમાં રહેતા શખ્સને આપવા જતા હોવાની કબુલાત આપી હતી. જેના પગલે પોલીસે વિદેશી દારૂ, કાર, બે મોબાઈલ મળી કુલ રૂા. ૩.૨૫ લાખનો મુદ્દામાલ બરામત કર્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સિહોર પોસ્ટે વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીગમાં હતી તે વેળાએ સ્ટાફના હરેશભાઈ ઉલ્વા અને બિજલભાઈ કરમટીયાને બાતમી રાહે હકીકત મળી હતી કે, ઘાંઘળી ગામ તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શખ્સો સિહોર તરફ આવી રહ્યા છે.

two-persons-from-bhavnagar-were-caught-with-a-quantity-of-foreign-liquor-from-sihore

જે હકીકત આધારે વોચ ગોઢવી ઉભા હતા. તે વેળાએ શંકાસ્પદ રીતે પસાર થતી કાર નંબર જીજે. ૦૨-એસી- ૨૨૮૮ પસાર થતા તેને અટકાવી કાર સાથે રહેલા અનિલ ઉર્ફે અમીત વિનોદભાઈ રાઠોડ અને ભાવેશ ચીથરભાઈ રાઠોડ (રે. બન્ને આનંદનગર, ભાવનગર)ની અટક કરી હોન્ડા કારની તલાશી લેતા તેમાં બનાવાયેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૧૫૪ બોટલ મળી આવતા બરામત કરી વિદેશી દારૂ, કાર, બે મોબાઈલ મળી કુલ રૂા. ૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે લઈ બન્ને શખ્સની પુછપરછ કરતા તેઓના કબજામાં રહેલો વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના વસ્તડી ગામના રવિરાજસિંહ મોબતસિંહ ગોહિલ પાસેથી મેળવી તેઓ બન્ને શહેરના આનંદનગર રોડ પર આવેલા ઉત્તર કૃષ્ણનગર,ડબલ થાંભલા પાસે રહેતા રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂને આપવા માટે જઈ રહ્યા હોવાની અને તેઓની કારનું બાઈક સાથે અરવિંદ ઉર્ફે ડગળી પાયલોટીંગ કરતો હોવાનું અને તેઓ પોલીસના હાથે લાગી આવતા નાસી છુટ્યો હોવાની કબુલાત આપી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચે ઉક્ત પાંચેય શખ્સ સામે સિહોર પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!