Bhavnagar
ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રનાં તમામ બંદરો ઉપર બે નંબરનાં સિગ્નલો કાર્યરત : દરિયામાં ભારે કરંટ
બરફવાળા
સાતથી આઠ ફૂટનાં મોજા ઉછળવા લાગ્યા : જો વાવાઝોડુ ત્રાટકે તો સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારોમાં તોફાની પવન સાથે 10 થી 12 ઈંચ વરસાદ પડવાની પણ શકયતા : હવામાન અને વહીવટી તંત્ર વિભાગ એલર્ટ : સતત રખાતી વોચ
હાલ પોરબંદરથી અંદાજે 1100 કી.મી.દુર દરીયામાં રહેલા વાવાઝોડાનાં ખતરાનાં પગલે સૌરાષ્ટ્રનો દરીયો તોફાની બનવા લાગ્યો છે. અને સાતથી આઠ ફૂટનાં તોતીંગ મોજા ઉછળવા લાગ્યા છે ત્યારે, આ વાવાઝોડાનાં સંભવીત ખતરાને પગલે રાજયનું વહીવટી તંત્ર પણ સજ્જબની ગયું છે.અને સૌરાષ્ટ્ર ગુજરાતનાં તમામ બંદરો ઉપર આજરોજ બેનંબરનાં ભય સુચક સિગ્નલો લગાવી દેવાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રનાં ઘોઘા, અલંગ, દિવ, ઓખા, પોરબંદર, વેરાવળ, નવલખી, રાજુલા, પીપાવાવ, તથા જાફરાબાદ બંદરો ઉપર આજે બે-નંબરનાં સિગ્નલો લગાવી દેવાયા છે. જો આ વાવાઝોડું આવે તો ખાસકરીને તા.10નાં રોજ દરીયા કાંઠે 115 થી 125 કી.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તથા સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે 10 થી 12 ઈંચ જેટલો વરસાદ પણ પડી શકે તેમ છે.દરમ્યાન માચ્છીમારોને દરિયા કાંઠે પોતાની બોટો લાંગરી દરીયો નહી ખેડવા ચેતવણી આપી દેવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાનાં ખતરાનાં પગલે આજે સાંજે 4-કલાક ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક પણ મળી રહી છે.આ બેઠકમાં બપોર જોય વાવાઝોડાનો સામનો કઈ રીતે કરવો તે અંગેની ચર્ચા ઉપરાંત એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવનાર છે. આ બેઠકમાં રાજય હવામાન વિભાગનાં, અધિકારીઓ, રાહત કમિશ્નર, હેલ્થ વિભાગનાં અધિકારીઓ તથા એન.ડી.આર.એફ.અને એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ પણ હાજર રહ્યા છે. અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય છે.ત્યારે વાવાઝોડું મજબુત થઇ રહ્યું છે. હજુ પણ આક્રમક વાવાઝોડું બનશે. વાવાઝોડું ગુજરાતી દૂર છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનો ટ્રેકનો ઝૂકાવ ઓમાન તરફનો જોવા મળી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું આવે કે ન આવે પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિારના વિસ્તારોમાં વાવાઝોડું જેવો મહોલ જોવા મળશે. આજથી દરિયામા કરંટ જોવા મળશે. ઊંચા મોજા ઉછળશે.