Bhavnagar
રૂા.4 હજાર કરોડના રાજયવ્યાપી બોગસ બિલીંગ કૌભાંડમાં ભાવનગરનાં બે માસ્ટર માઇન્ડ શખ્સોની ધરપકડ

બરફવાળા
- ભેજાબાજો સ્થળ છુપાવવા હેન્ડલર્સ પ્રોકસી સર્વરનો ઉપયોગ કરતા હતા
ગુજરાતમાં રૂા.4 કરોડનાં બોગસ જીએસટી બિલિંગના કૌભાંડ મામલે ભાવનગરના 2 માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ રાજ્યના અલગ અલગ શહેરોમાં પેઢીઓમા જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં કરોડોના બેનામી ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ બિલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મામલે બે દિવસ પહેલા રાજ્યમાં ચાર મોટા શહેરોમાં 100 કરતા પણ વધુ પેઢીઓ પર જીએસટીની ટીમ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં ભાવનગરના બે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી હતી. આ ભેજાબાજ સ્થળ છુપાવવા માટે હેન્ડલર્સ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત જૂદા જૂદા રાજ્યોમાં ખોટી પેઢીઓ બનાવી 802 કરોડના બિલિંગ બનાવ્યા હતા અને 114 કરોડની GSTની કરચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પહેલા રાજ્યની એસજીએસટી ટીમે પોલીસની સાથે રહીને અમદાવાદ, આણંદ, ભાવનગર અને રાજકોટ ખાતે અંદાજે 100 કરતા વધારે પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા.