Connect with us

Bhavnagar

ભાવનગર અને કમળેજમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, મેડિકલ સાધનો અને દવાઓનો જથ્થો કબ્જે

Published

on

Two bogus doctors practicing without degree caught in Bhavnagar and Kamlej, medical equipment and quantity of medicines seized

દેવરાજ

આરોગ્ય સાથે ચેડા કરનાર ઝડપાયા

ભાવનગર શહેરના ચિત્રા, સીદસર રોડ પર આવેલ મફતનગર વિસ્તારમાં તેમજ કમળેજ ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરને એસ.ઓ.જી.એ. ઝડપી લઈ બન્ને વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ એસઓજી શાખાનો સ્ટાફ શહેરના ચિત્રા-સિદસર રોડ પર પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ફિલ્ટરની ટાંકી સામેના ભાગે આવેલ ક્લિનિકમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા દિનેશભાઈ પુનાભાઈ ભોજાણી રહે.

વાળુકડ તા. ઘોઘા પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથી દવાઓ આપતા હોય દવાખાનામાં રાખેલ મેડિકલ સાધનો, જુદી જુદી કંપનીની દવાઓ, ઇન્જેક્શન તથા સાધનો મળી કુલ રૂ.11,711 ના મુદ્દામાલ સાથે તેની અટક કરી તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ ઉપરાંત એસ.ઓ.જી. શાખાએ વરતેજ તાબેના કમળેજ ગામમાં આવેલ હનુમાનજીના ચોક પાસે રહેણાકી મકાનમાં દવાખાનુ ખોલીને ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા મદીન કાળુભાઈ મકવાણાને ઝડપી લઇ મેડિકલ પ્રેક્ટિસ માટેના સાધનો, અલગ અલગ કંપનીની દવાઓ, ઇન્જેક્શન મળી કુલ રૂ.3,765 નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

error: Content is protected !!