Connect with us

Bhavnagar

ભાવનગર રાજકોટ હાઇવે ભૂતિયાના પાટિયા પાસે બે બાઇકો સામ-સામે અથડાયા, ત્રણ ગંભીર

Published

on

Two bikes collided head-on near Bhavnagar Rajkot Highway Bhutiya plank, three serious

પવાર

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇવે પર આજે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. સણોસરા પાસેની ભૂતિયા ચોકડી નજીક બે બાઈકો સામસામે અથડાયા હતા, આ સમગ્ર બનાવવામાં બંને બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, આ તમામને તાત્કાલિક ધોરણે સૌપ્રથમ સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, બનાવની જાણવા મળતી વિગત મુજબ આ ઘટનામાં ઘાયલ થયેલ વ્યક્તિઓમાં કૃણાલ મકવાણા (ઉંમર વર્ષ 12) રહે રાજપીપળા, તાલુકો ગઢડા, મુકેશભાઈ (ઉંમર વર્ષ 20) અને હાર્દિકભાઈ ગોહિલ (ઉંમર વર્ષ 30) રહે સુખપર, તા. ગઢડા, આ ત્રણેય બાઇક સવાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

Two bikes collided head-on near Bhavnagar Rajkot Highway Bhutiya plank, three serious

ઉલ્લેખનીય છે કે ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે, અને તેના ઘણા કારણોમાંનું એક મુખ્ય કારણ છે રસ્તાની ખરાબ હાલત, ચોમાસુ ચાલી રહ્યું છે અને આ ચોમાસાની ઋતુ દરમ્યાન રોડ પર પડેલા ખાડાઓના કારણે ઘણી વખત અકસ્માતો થયા છે, નાના મોટા વાહનો વચ્ચે અથડામણ થતી રહે છે, આજની આ ઘટનામાં સદનસીબ એટલાં કે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ આ ઘટનાથી શીખ લઈને આ હાઇવેના જવાબદાર અધિકારીઓ સ્થાનિક રાજકીય સત્તાધીશો સહિત તમામની જવાબદારી બને છે કે આ રસ્તાનું યોગ્ય રીતે અને સમયસર સમારકામ થાય અથવા તો જો જરૂર જણાય તો રોડને નવો બનાવવાની તાકીદ લેવામાં આવે તે લોકોની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!