Bhavnagar
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત, 2ના ઘટના સ્થળે કમકમાટીભર્યાં મોત
પવાર
ભાવનગર અમદાવાદ હાઇવે શોર્ટ રૂટ પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા છે. હેબતપુર નજીક અકસ્માત થયો છે. હેબતપુર પાટીયા પાસે ટેન્કર, ટ્રાવેલ્સ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભાવનગર અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા છે. હેબતપુર નજીક અકસ્માત થયો છે.
હેબતપુર પાટીયા પાસે ટેન્કર, ટ્રાવેલ્સ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 6થી 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. અલગ અલગ લોકેશનની 4થી 5 108 ઘટના સ્થળે દોડી આવી હતી.
હાલમાં ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 2 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા.
ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર બોરસદ આસોદર આસપાસનો છે. અકસ્માતને પગલે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટિમો તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તો તેમજ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.