Sihor
હવે ભારતમાં પણ ટવીટરની બ્લુટીક સેવા ઉપલબ્ધ: રૂા.900નો ચાર્જ
પવાર
- 4000 અક્ષરો સુધીનું લાંબુ ટવીટ કરી શકાશે : જાહેરાતો પણ બહુ ડિસ્ટર્બ નહી કરે
આખરે ટવીટરનો બ્લુટીક ચાર્જ ભારતમાં પણ લાગુ થઈ ગયો છે. ટવીટરે ભારતમાં તેની સબસ્ક્રીપ્શન સેવા શરુ કરવા માટે જાહેરાત કરી છે અને તેમાં બ્લુટીક માટે દર મહિને રૂા.900ની કિંમત પણ નિશ્ચિત કરી છે. માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ દ્વારા અગાઉ જ વિશ્વના અનેક દેશોમાં બ્લુટિક અંગે ચાર્જની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમાં પીછેહઠ કરવામાં આવી છે. ટવીટરે હવે ફરી તેની બ્લુટીક સેવા ભારતમાં શરુ કરી છે.
બ્લુટીક એટલે જે તે યુઝરનું તે હેન્ડલ ગણાય છે અને ભવિષ્યમાં ટવીટર પરના મહત્વના રિપોર્ટ તેમજ અનેક હેન્ડલ આ બ્લુટીક ધરાવનાર સબસ્ક્રાઈબરને જ ઉપલબ્ધ બનશે. યુઝર્સને તેના કારણે પોતાના ટવીટ એડીટ કરવાનો અને 1080-પી વિડીયો અપલોડ કરવાનું અને રીડર મોડને એસેસ કરવાનો પણ અધિકાર મળશે. તેને ઓછી જાહેરાતો જોવા મળશે અને આ પ્રકારના બ્લુટીક યુઝર્સને તેની પરેશાની માટે કોઈ ફરિયાદ હશે તો પ્રાથમીકતા મળશે એ ઉપરાંત તે 4000 અક્ષરો સુધીનું ટવીટ પોસ્ટ કરી શકશે.