Bhavnagar
ઝટકો ; કોર્ટે ફગાવી જેલ ટ્રાન્સફરની અરજી, યુવરાજસિંહ સહિત તમામ આરોપીઓ રહેશે ભાવનગરની જેલમાં
બરફવાળા
તોડકાંડના યુવરાજસિંહ સહિતના આરોપીની જેલ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી દીધી, તોડકાંડના આરોપી રહેશે ભાવનગરની જેલમાં, કોર્ટે આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી, 6 આરોપીઓને અન્ય જેલમાં ટ્રાન્સફરની થઈ હતી માંગ
ભાવનગર ડમીકાંડમાં તોડકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. ત્યારે આ તોડકાંડના તમામ આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને ફગાવી દેવામાં આવી છે. ડમીકાંડમાં તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને નામંજૂર કરવામાં આવી છે. આરોપીઓની અરજી નામંજૂર કરવામાં આવતા હવે આરોપીઓ ભાવનગરની જેલમાં જ રહેશે.
જેલ ટ્રાન્સફરની માંગ કરતી અરજી ફગાવાઈ છે તોડકાંડના આરોપીઓ યુવરાજસિંહ, શિવુભા, કાનભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ અને અલ્ફાઝ સાથે જેલમાં અણબનાવ ન બને તે માટે જેલ ટ્રાન્સફરની માંગ સાથે પ્રશાસન દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજીમાં તોડકાંડના 6 આરોપીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આ અરજીને ભાવનગર ફાસ્ટટ્રેક કોર્ટના એડિશનલ જજે ફગાવી દીધી છે. રાજ્યમાં તોડકાંડ અને ડમીકાંડમાં રોજ-બરોજ નવા ખુલાસઓ થઈ રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં તોડકાંડના મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીની જેલ ટ્રાન્સફર કરવા પ્રશાસન દ્વારા માગ કરવામાં આવી હતી. આ માગને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફગાવી દીધી છે. જેથી હાલ તોડકાંડના તમામ આરોપીઓ એક જ જેલમાં રહેશે.
પ્રાપ્ત વિગત અનુસાર, તોડકાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાને તેમના બે સાળા સહિત 6 આરોપીની અગાઉ ભાવનગર પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તમામને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તોડકાંડના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા. તોડકાંડને લઈને કોઈ અણબનાવ સામે ન આવે તે માટે પ્રશાસન દ્વારા 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગણી કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા આરોપીઓની જેલ ટ્રાન્સફર માગવામાં આવતા ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને રિજેક્ટ કરી હતી. કોર્ટ દ્વારા અરજી ના મંજુર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ એક જ જેલમાં બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડનો ભાંડો ફોડનાર બિપિન ત્રિવેદી પણ હાલ યુવરાજસિંહ સાથે જ જેલમાં બંધ છે.