Sihor
સાચ્ચો દેશ પ્રેમ ; સિહોરના યુવા અને નામાંકિત તબીબોએ જીર્ણ હાલતમાં ફરકી રહેલા રાષ્ટ્રધ્વજને માન સાથે ઉતારી નવો ધ્વજ ફરકાવ્યો
પવાર
દેશપ્રેમ એક અસિમિત વ્યાખ્યા છે. સરહદ પરના સૈનિકથી શરૂ કરીને સામાન્ય મજૂર સુધીનો માણસ એમના હ્રદયમાં દેશપ્રેમને જીવિત રાખે છે. શું આપણે દેશપ્રેમને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં વર્તનમાં બાંધી શકીએ? શું એનું કોઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તમે કહી શકો કે આ વ્યક્તિ દેશપ્રેમી છે કે નહીં? અગર છે તો કેટલાં પ્રમાણમાં? એવો કોઈ માપદંડ બન્યો નથી. આપણી દેશભક્તિ રાષ્ટ્રીય તહેવારો વખતે ધ્વજવંદન કરીને વ્યક્ત થાય છે કે એથી આગળ પણ જાય છે? રાષ્ટ્રીય તહેવારો વખતે સોશિયલ મીડિયામાં દેશભક્તિનો જે જુવાળ ઉમટે છે એ ખરેખર આપણાં હ્રદયમાં હોય છે ખરો? દેશપ્રેમ એ વ્યક્ત કરવાની ભાવના નથી, અમલમાં મૂકવા જેવું કામ છે. હું, તમે કે કોઈ પણ સામાન્ય નાગરિક જેને પોતાના દેશ પ્રત્યે માન છે, પ્રેમ છે એ આ કરી શકે. ગત વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં લોકો ઘરેઘરે અને કામકાજના સ્થળે તિરંગો લગાવ્યો હતો ત્યારે સિહોર શહેરમાં માતૃકૃપા ક્લિનિક ચલાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયા તથા સાંઈનાથ ક્લિનિકના ડો.નરદીપસિંહ રાઠોડ દરરોજ સવારે સિહોરના જુદાં જુદાં હાઈવે પર સાયકલિંગ કરવા જતાં હોય છે ત્યારે તેઓ ગઈકાલે ભાવનગર રોડ પર ખાખરિયા પાસે આવેલ હીરા રોલીંગ મિલ ખાતે લગાવેલ રાષ્ટ્રીય ધ્વજ ખંડિત હાલતમાં જોઈ ગયેલ અને આજે સિહોરના આ બન્ને તબીબોઓ દ્વારા આ રાષ્ટ્રધ્વજ ને માન ભેર ઉતારી ને નવો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સિહોરના નાગરિકોને અનુરોધ કરેલ કે ખંડિત હાલતમાં રહેલ રાષ્ટ્રધ્વજને ઉતારી ને માન સન્માન સાથે સરકારના નીતિ નિયમો મુજબ તેને ઉતારીને તિરંગાનું ગૌરવ જાળવીએ… આજ તો દેશ પ્રેમ અને દેશ પ્રત્યેની ભાવના