Connect with us

Gujarat

મહુવા યાર્ડમાં ટ્રક ડ્રાઇવરની છરીના ઘા ઝીંકી હત્યા

Published

on

Truck driver stabbed to death in Mahua yard

પવાર

મૃતક વીજપડી ગામનો વતની : પડોશી સાથે થયેલી તકરાર લોહીયાળ બની : વીજપડી ગામે બે ભાઇઓએ યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો : શેરીમાં આઇશર ટ્રક મુકવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડ બંને ભાઈએ યુવાનને છરી મારી દીધી

સાવરકુંડલાના વીજપડી ગામે રહેતા યુવાનને આ જ વિસ્તાર ખાતે રહેતા શખ્સ સાથે શેરીમાં આઇશર ટ્રક મુકવા બાબતે બોલાચાલી થઇ હતી આ બોલાચાલી થી દાઝે ભરાયેલા શખ્સે પતાવી દેવાની ધમકી આપી જતો રહ્યો હતો.દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ગાડી ખાલી કરી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા બંને ભાઈઓ એ યુવાનને પકડી રાખી છરીના ધા ઝીંકી દેતા યુવાનને ગંભીર ઈજા થતાં યુવાનનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતકનાં ભાઈએ મહુવા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

Truck driver stabbed to death in Mahua yard

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અમરેલીના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતા વારીસભાઈ યાસિંનભાઈ ચાવડાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વારીસભાઈના ભાઇ મુનાફાઇને આજ વિસ્તાર ખાતે રહેતા અફજલભાઈ મુસાભાઈ પઠાણ સાથે શેરીમાં આઇસર ટ્રેક મુકવા બાબતે વિજ પડી ગામે તા.૨૮/૦૪/૨૦૨૩ ના રોજ બપોરના અઢી વાગ્યાની આસપાસ સામાન્ય બોલાચાલી થયેલ હતી, દરમિયાનમાં મામલો થાળે પડી જતાં પોત પોતાના ઘરે જતા રહ્યા હતા પરંતુ અફજલભાઈએ મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર ધટનાની દાજ રાખી ગઇકાલ રાત્રીના પોણા અગીયારેક વાગ્યાની આસપાસ મહુવા માર્કેટીંગ યાર્ડના પાછળ આવેલ ખેતરમાં અફજલભાઈ મુસાભાઈ પઠાણ તથા નાવાઝભાઈ મુસાભાઈ પઠાણએ વારીસભાઈના ભાઇ મુનાફભાઇને ગાળો આપી ઝઘડો કરી, અફજલભાઈએ મુનાફભાઇના બંન્ને હાથ પકડી રાખી, નાવાઝભાઈ મુસાભાઈ પઠાણએ અફજલભાઈને પાછળથી આવી જમણા પડખે વાસાના ભાગે છરીનો એક ઘા ઝીંકી ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી છૂટયો હોવાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાઇ હતી.

Advertisement
error: Content is protected !!