Connect with us

Sihor

સિહોર પોલીસ મથકની કાયાપલટ, પીઆઇ ભરવાડે રમણિય સ્થળ ઉભું કર્યું ; એસપી રવિન્દ્ર પટેલે કામગીરી બેમોઢે વખાણી

Published

on

Transformation of Sihore Police Station, PI Bharwad built a scenic spot; SP Ravindra Patel praised the performance

પવાર – બુધેલીયા

લોકોને પોલીસ મથકમાં શાંતિનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું થયું, વૃક્ષો, બેસવા માટે બાકડા, ઠંડા પાણીની વ્યવસ્થા, માણસ વિસામો લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ, તે જગ્યાનું નામ સિંહપુર વાટીકા અપાયું

જિલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેકશન લેવામાં આવ્યું, શહેર અને તાલુકાના નાગરિકોની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે પોલીસ સતત કાર્યરત

સિહોરના PI ભરવાડે ચાર્જ સંભાળતાની સાથે પોલીસ મથકની સુરત બદલી દીધી છે. વર્ષોથી વિવિધ ગુન્હા હેઠળ પકડાયેલા અને પોલીસ મથકમાં ખડકાયેલા વાહનોના ખડકલાને દૂર કરી પોલીસ મથકના વાહનોને દૂર કર્યા છે. સાથે સાથે બાગ અને સુશોભન માટે પોલીસ મથક પરિસર બહાર બગીચો ઉભો કરી રંગરોગાન કરાવી પોલીસ મથકને સ્વચ્છ અને રમણીય બનાવી પીઆઇ ભરવાડે પોલીસ મથકની કાયાપલટ કરી છે.

Transformation of Sihore Police Station, PI Bharwad built a scenic spot; SP Ravindra Patel praised the performance

અહીં લોકોને પોલીસ મથકમાં શાંતિનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું કર્યું છે. પોલીસ મથકમાં સિંહપુર વાટીકા નામની જગ્યાના વૃક્ષો, બેસવા માટે બાકડા, ઠંડા પાણીની વ્યવસ્થા, માણસ વિસામો લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે જે આજે એસપી રવિન્દ્ર પટેલની હાજરીમાં ખુલ્લી મુકાઈ હતી. જિલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલે સિહોર પોલીસ પીઆઇની કામગીરીના બેમોઢે વખાણ કરી ઇનીસ્પેકશન દરમિયાન સમગ્ર કામગીરીને બિરદાવી હતી.

Advertisement

જિલ્લા પોલીસ વડાની મુલાકાત દરમિયાન સિંહપુર વાટીકાને ખુલ્લી મુકાયા બાદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓની પરેડ લેવામાં આવી હતી રેકર્ડની તપાસણી કરવામાં આવેલ વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી, પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓની ડીટેક્શન, આરોપીઓ પકડવાની કામગીરી, અટકાયતી પગલા, પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરી, ટ્રાફિક લગત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવેલ તથા વધુ પરિણામલક્ષી કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

error: Content is protected !!