Gujarat
કાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું જાહેર થશે પરિણામ
બરફવાળા
શિક્ષણ બોર્ડની વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357300971 પરથી સવારના 9 કલાકે પરિણામ મેળવી શકાશે : 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ ખુલશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધો.12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે તા.2ના મંગળવારે સવારના 9 કલાકે જાહેર કરી દેવામાં આવનાર છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ રાજકોટ સહિત રાજયભરનાં 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવી ખુલશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી સવારના 9 કલાકથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમનું આ પરિણામ મેળવવા માટે પરીક્ષાના બેઠક ક્રમાંક સબમીટ કરી વેબસાઈટ પર તેમના બેઠક ક્રમાંક સબમીટ કરી મેળવી શકશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટસએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. તેમ શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામકે જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે આ પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા, ગુણ તુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત માટેની જરૂરી સુચનાઓ તેમજ નિયત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણપત્રક સાથે શાળાને મોકલી આપવામાં આવશે જેની શાળા આચાર્યોએ નોંધ લેવા તેઓએ જણાવ્યું હતું.