Connect with us

Bhavnagar

કાલે મોદી ગુજરાતમાં : ભાવનગર સહિત રાજ્યમાં 2452 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Published

on

Tomorrow Modi in Gujarat: Launch of development works worth 2452 crores in the state including Bhavnagar-Khatamuhurat

કુવાડિયા

10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ ગીફ્ટ સિટી ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સંમેલનમાં આપશે હાજરી: ત્યાંથી મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહીને ભાવનગર સહિત રાજ્યમાં 1946 કરોડના ખર્ચે બનાવેલા 42000 આવાસોનું કરશે લોકાર્પણ: બપોરે મુખ્યમંત્રી તેમજ સંગઠનના વડાઓ સાથે મેરેથોન બેઠક કર્યા બાદ દિલ્હી રવાના થશે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે 2452 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યાંથી ગીફ્ટ સિટી ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સંમેલનમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહીને રાજ્યમાં 1946 કરોડના ખર્ચે બનાવેલા 42000 આવાસોનું લોકાર્પણ કરશે જેમાં ભાવનગરનો પણ સમાવેશ થઈ જાય છે. આ પછી તેઓ બપોરે ગીફ્ટ સિટી ખાતે જ મુખ્યમંત્રી તેમજ સંગઠનના વડાઓ સાથે મેરેથોન બેઠક કરીને પાંચ વાગ્યે દિલ્હી જવા રવાના થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આજથી શનિવાર સુધી ગીફ્ટ સિટી પાસેના એક ફાર્મમાં પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન યોજાવાનું છે. ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઑફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ એ આ સંમેલનની થીમ છે.

Tomorrow Modi in Gujarat: Launch of development works worth 2452 crores in the state including Bhavnagar-Khatamuhurat

આ સંમેલનના બીજા દિવસે એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના 91,000 જેટલા શિક્ષકો હાજર રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મહાત્મા મંદિર ખાતે 2452 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં શહેરી વિકાસ વિભાગના 1654 કરોડના, વોટર સપ્લાય વિભાગના 734 કરોડના, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ તેમજ ખાણ અને ખનીજ વિભાગના 25 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ કાર્યોમાં 1946 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા 42000 જેટલા આવાસોનું પણ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ યોજનાને ‘અમૃત આવાસ યોજના’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ગીફ્ટ સિટી પહોંચશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ તેમજ સંગઠનના વડાઓ સાથે ગુજરાતના વિવિધ મુદ્દાઓને લગત ચર્ચાઓ કરીને સાંજે પાંચ વાગ્યે દિલ્હી જવા રવાના થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!