Sihor
આવતીકાલે મંત્રી અને ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી તેના મતવિસ્તાર સિહોર અને તાલુકાના લોકપ્રશ્નો સાંભળશે

કુવાડિયા
આજે ભાવનગર પંથકના લોકોના સાંભળ્યા પ્રશ્નો, અધિકારીઓને સાથે રાખી લોકોના પ્રશ્નોના વહેલીતકે ઉકેલ આવે તે દિશામાં કર્યા સૂચનો, રોડ-રસ્તા-પાણી-વીજળી-સિંચાઈના પાણી જેવા પ્રશ્નો લોકોએ કર્યા રજુ, વહેલી તકે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરી તાકીદ.
ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મત્સ્યઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી હાલ ભાવનગર હોય જેથી તેઓ ગઈકાલ થી ૩ દિવસ પોતાના મતવિસ્તારમાં લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે જેમાં આજે બીજા દિવસે ભાવનગરમાં સર્કીટ હાઉસ ખાતે ભાવનગર પંથકના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.જેમાં લોકપ્રશ્નો સમયે વિવિધ વિભાગોના અધિકારીઓને પણ સાથે રાખી લોકોના પ્રશ્નો સાંભળી શક્ય હોય ત્યાં સુધી તેનું ત્યાં જ નિરાકરણ થઇ શકે તેવા પ્રયાસો કર્યા હતા.
આ વિસ્તારના લોકોએ રોડ-રસ્તા, પાણી, વીજળી અને સિંચાઈના પાણી સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા જેનો જે તે વિભાગના અધિકારીએ ઉકેલ લાવી અથવા તો વહેલીતકે ઉકેલ લાવી શકાય તે બાબતે ખાતરી આપી હતી.આ લોક્પ્રશ્નોમાં ભાવનગર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજુઆતો મંત્રીને કરી હતી જયારે મંત્રીએ પણ લોકોના પ્રશ્નો અને અધિકારીઓ તરફથી તેના ઉકેલ અંગેના પ્રયાસો અંગે જે ખાતરીઓ આપી છે તેમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે લોકોના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ આવશે. જયારે આવતીકાલે સિહોર અને આઠ તરીકે બુધેલ-અધેવાડા ખાતે લોકપ્રશ્નો યોજી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરશે તેમ જણાવ્યું હતું.
પ્રશ્નોની ઝડી વરસશે
આવતીકાલે મંત્રી અને ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી તેના મતવિસ્તાર સિહોર અને તાલુકાના લોકપ્રશ્નો સાંભળનાર છે ત્યારે પાલિકાની અનેક ગેરરીતિ, નળ, ગટર, પાણી, હાઇવે ઉપર બમ્પ મુકવા, હાઇવે પર ટ્રાફિક સમસ્યા, બસ ડેપો બનાવવા માંગ, સિહોર બસ સ્ટેન્ડ ઓફિસમાં વધુ સ્ટાફ, તેમજ સી.સી ટીવી ફાળવવા માંગ સાથે રજુઆત થનાર છે.