Sihor
આજે વર્લ્ડ કેન્સર ડે: આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં વિશ્વમાં કેન્સરના દર્દીઓ વધતા જાય છે

દેવરાજ
આજે તા.4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વભરમાં ‘વર્લ્ડ કેન્સર ડે’ની ઉજવણી એકીસાથે કરવામાં આવે છે. આજના દિવસે વિશ્વમાં ‘કોલજ ધ કેર ગેપ (સારસંભાળના અંતરને બંધ કરો)’ વિષયે ચર્ચા થનાર છે. કેન્સરને હરાવવા સમગ્ર વિશ્વના આરોગ્ય સંશોધકો વર્ષોથી સંશોધનો કરી રહ્યા છે. આમ છતાં સમગ્ર વિશ્વ કેન્સરને હટાવી શકેલ નથી. આજે પણ વિશ્વભરમાં મૃત્યુદરમાં કેન્સરના દર્દીઓનો મૃત્યુદર અવ્વલ નંબરે છે. કોવિડ-19થી વિશ્વભરમાં મૃત્યુથી વધુ મૃત્યુ કેન્સરને કારણે થયેલ છે. કેન્સરના દર્દીઓની સારવારના સાધનો અને હોસ્પીટલો ઓછા પડે છે.
આવા વખતે સૌ સાથે મળી એવી પ્રતિજ્ઞા કરીએ કે ‘વિશ્વ વહેલામાં વહેલુ કેન્સર મુક્ત બને, કેન્સરના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર ઓછો થાય. સૌ તંદુરસ્તમય જીવન પ્રાપ્ત કરે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને તમાકુમુકત બનાવવા મિશન શરૂ કરેલ છે જેના અનુસંધાનમા ગ્રાહક સુરક્ષા સંસ્થા ભારતને તમાકુમુકત રાષ્ટ્ર બનાવવાના યજ્ઞમાં જોડાયેલ છે. ગુજરાતમાં કેન્સરનો મૃત્યુદર પાંચ વર્ષમાં 20% વધીને 40 હજારને પાર થવાનો છે. મહિલાઓના છાતીના કેન્સરમાં દર્દીઓમાં 33%નો વધારો થયો છે. દેશમાં મોઢાના કેન્સરના 90% દર્દીઓ તમાકુ વપરાશ કરતા જાણવા મળેલ છે. ગુજરાતના શહેરો કરતા ગામડાઓમાં તમાકુના વ્યસનો વધ્યા છે. વૈશ્વિક સ્તરે દર કલાકે 119 લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે.