Bhavnagar
પરિવારને મદદરૂપ થવા ભાવનગરના આ દિવ્યાંગ બાળકો જાતે તૈયાર કરી રહ્યાં છે રાખડી, 2 લાખથી વધુ તો વેચાઇ ગઇ

દિવ્ય અંગવાળા દિવ્યાંગ બાળકો બનાવી રહ્યાં છે રાખડી ; 2 લાખથી વધુ રાખડીનું હાલ વેચાણ
ભાવનગરમાં આવેલ દિવ્યાંગ બાળકોની સ્કૂલનાં બાળકો દ્વારા રક્ષાબંધનનાં તહેવારને લઈને અવનવી રંગબેરંગી રાખડીઓ બનાવવામાં આવી છે. રાખડીઓ બનાવવા માટે બાળકોએ તાલીમ લીધા બાદ હાલ તેમણે અવનરી ફિનિશિંગ વાળી રાખડીઓ બનાવી છે. દિવ્યાંગ બાળકો પણ સામાન્ય માણસ ની જેમ કરી શકે છે. તે વાત ની પ્રતીતિ ભાવનગરમાં આવેલ અંકુર દિવ્યાંગ બાળકોની શાળામાં જોવા મળી છે. અહીંના બાળકો એ એ લાંબા સમય સુધી તાલીમ લીધા બાદ હવે આ શાળાના દિવ્યાંગ બાળકો જાતે રાખડી બનાવી રહ્યા છે અને પોતાના પરિવાર ને પણ આર્થિક મદદ કરી રહ્યા છે. અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી તેવી કહેવત ને લોકો પોતાના જીવન માં વાસ્તવિક રીતે વણી રહ્યા છે. ભાવનગર માં આવેલ દિવ્યાંગ બાળકો માટે ની શાળા ના બાળકો પણ આવી જ કંઈક વાતનો સંદેશો લોકો ને આપી રહ્યા છે. ભાવનગરમાં આવેલી દિવ્યાંગ બાળકો માટેની શાળાઓમાં બાળકોને લાંબા સમય સુધી અવનવી તાલીમો આપવામાં આવે છે અને તે આખરે પિતાના મન ભલે ડગતા હોઈ પણ વિશ્વાસથી કામ કરી રહ્યા છે
બાળકો દ્વારા દિવાળીનાં સમયે કોડિયા અને અન્ય વસ્તુ પણ તૈયાર કરે છે
ભાવનગરમાં આ બાળકો રક્ષાબંધન ના પર્વ માં રાખડીઓ તૈયાર કરતા હોઈ છે. તો દિવાળીના સમયમાં તેઓ કોડિયા અને અન્ય વસ્તુ પણ તૈયાર કરતા હોઈ છે. અહીંના શિક્ષકો દ્વારા તેમને તાલીમ આપવામાં આવે છે અને તેમથી અમુક બાળકો તૈયાર થાત હોઈ છે. આ શાળા ના શિક્ષકો પણ બળકો ને તાલીમ આપી ને તૈય્યાર કરી તેમને આગળના જીવનમાં આર્થિક રીતે કેમ પગભર થવાય તે શીખવાડી રહ્યા છે. હાલ બાળકો રાખડીઓ બનાવી રહ્યા છે.
બાળકોએ અવનવી ડીઝાઈનની અનેક રાખડીઓ બનાવી
આ બાળકો ભલે ફિનિશિંગ વળી રાખડી ના બનાવી શકે પંરતુ તેમના પ્રેમ થી બનેલી આ રાખડી લોકો ને જરૂર આકર્ષે છે. એક તરફ સ્વનિર્ભરની વાતો થયા છે. ત્યારે આ બાળકો તો મનથી તૈયાર થી ચુક્યા છે. પરંતુ તેમને માત્ર જરૂરત છે લોકો તેમને બનાવેલી રાખડી ખરીદે તેની ત્યારે સમાજ ના લોકોએ આ બાળકોને બિચારા કે ગરીબ માનીને નહીં. પરંતુ તેમની કામની શક્તિ જોઈએને સ્પોટ આપવો જોઈએ. તેમ શિક્ષકો કહી રહ્યા છે.