Sihor
સિહોરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ; તમામ પરીક્ષા સેન્ટરો પોલીસમાં છાવણીમાં ફેરવાયા
પવાર
પીઆઇ ભરવાડનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ, તમામ સેન્ટરો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો, સઘન સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજાઈ
સતત બે વખત પેપર ફૂટવા ને લઈ વિવાદમાં સૌથી વધુ વખત રહેલી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજે ત્રીજી વખત સરકાર દ્વારા યોજવામાં આવી હતી. ત્યારે આ વખતે કોઈ પણ પ્રકારની પેપર ફૂટવા જેવી કે ચોરી જેવી કોઈ જ ઘટના ન બને તેને માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી, સિહોરના તમામ પરીક્ષા કેન્દ્રો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાથી લઈ ચોરી કરવા સુધીની ઘટનાઓ અને લઈ પરીક્ષાઓ રદ થતી રહી છે.
ત્યારે આજે જુનિયર ક્લાર્કના ભરતી ની લેખિત પરીક્ષા સમગ્ર ગુજરાતમાં યોજાઇ હતી મહત્વની વાત એ છે કે આ જ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા અગાઉ બે વખત પેપર ફૂટવાની ઘટનાને લઇ રદ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓની સાથે સરકારની પણ આ પરીક્ષા માં પરીક્ષા થઈ હતી. સરકાર દ્વારા આ વખતે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ ન થાય તેને લઇ ખાસ સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. અને સિહોરના તમામ સેન્ટરો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારે મોબાઈલ, ઈલેક્ટ્રોનિક ડીવાઇઝ, કોમ્યુનિકેશન ડીવાઇઝ, સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પીઆઇ ભરવાડ દ્વારા પેટ્રોલિંગમાં સતત નજર રાખવા આવી હતી. અને તમામ પરીક્ષા કેન્દ્રો વિશેષ સુરક્ષા બંદોબસ્તની છાવણીમાં ફેરવાયા હતા