Sihor
ગોપાલક સમાજ સેવા દ્વારા સિહોરના મંગલાણા ગામે નિરાધાર પરિવારને આશરો બનાવી આપ્યો

દેવરાજ
- ગોપાલક સમાજ સેવા દ્વારા 5 જરૂરિયાતમંદ પરિવારોને આશરો બનાવી દેવામાં આવ્યો છે
એક રોટલો ને એક આશરો હોય માણસ ને તો એનું જીવન નું ગાડું ગબડયા કરે બાકી આશરો એટલે છત વગરનું જીવન કપરું થઈ પડે. ત્યારે ગોપાલક સમાજ સેવા ગ્રુપ દ્વારા એક અનોખું સેવાકાર્ય હાથ ધર્યું છે. ભાવનગર જિલ્લા ના અલગ અલગ ગામોની અંદર ભરવાડ સમાજમાં જે લોકોને જરૂરિયાતમંદ જેમાં ખાસ કરીને સહારો ન હોય તેવા વિધવા બહેનો હોય તેવા નિઃસહાય પરિવાર ને મકાન બનાવી આપવામાં આવી રહ્યા છે.
આ ગોપાલક ગ્રુપ દ્વારા કુલ પાંચ લોકોને મકાન બનાવી આપ્યા છે ત્યારે સિહોરના મગલાણા ગામે વધુ એક મકાન ની કામગીરી શરૂ કરી છે. ત્યારે આ મકાનના દાતા તરીકે કે જેમને મકાન બનાવવાનો સંપૂર્ણ ખર્ચ આપેલ છે તેવા વિજયભાઈ ભળીયાદરા નો પરિવાર તેમજ ગોપાલક સેવા ગ્રુપના સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો. ગોપાલક સમાજ સેવા ગ્રુપના સભ્યો જાતે મહેનત કરીને નિઃસહાય પરિવારને આશરો ઉભો કરીને સેવાનું સ્તકાર્ય કરી રહ્યા છે.