Connect with us

Sihor

કૃષ્ણને ત્રણ વસ્તુઓ બહુ વ્હાલી છે ગાય ગોપી અને ગીતા, આ ત્રણનું જતન કરશો તો કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહિ આવે ; પૂ નરેશભાઈ શાસ્ત્રીજી

Published

on

Three things are very dear to Krishna, cow Gopi and Gita, if you preserve these three, you will never be sad; Poo Nareshbhai Shastriji

કુવાડિયા

સિહોરના શ્રી ચિથરીયા હનુમાનજી ખાતે ચાલતી ભાગવત સપ્તાહનો આજે પાંચમો દિવસ પૂર્ણ, આજે ખાસ ગાય ગુરૂ અને ગીતાનો મહિમા,

ભાગવત સપ્તાહના પાંચમા દિવસની શરૂઆતમાં પુ. નરેશભાઈ શાસ્ત્રીજી જાણે સોળે કળાએ ખીલેલા હોય તેમ જણાતા હતા. ખાસ કરી આજના દિવસે ગાય ગોપી અને ગીતાનો મહિમા સમજાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે કૃષ્ણને ત્રણ વસ્તુઓ બહુ વ્હાલી છે ગાય ગોપી અને ગીતા, આ ત્રણનું જતન કરશો તો કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહિ આવે, કથા સંદેહ, ભ્રમ, મોહ નષ્ટ કરે, સંસાર રૂપી નદીને કથા રૂપી નૌકાથી તરી જવાય છે. કથા કળયુગના મેલનો નાશ કરે છે. કથા અરણી મંથન છે. કથાથી જ્ઞાનાગ્ની પ્રગટે છે તે કર બંધનનો નાશ કરે છે.

Three things are very dear to Krishna, cow Gopi and Gita, if you preserve these three, you will never be sad; Poo Nareshbhai Shastriji

તેમ કહી શાસ્ત્રીજીએ કથાનો મહાત્મ સમજાવવા વિવિધ દ્રષ્ટાંતો આપ્યા હતા. વ્યાસપીઠેથી પૂ.શાસ્ત્રીજીએ ભગવાનના વિવિધ અવતારોની કથાઓ સંક્ષેપમાં શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી એ પૂર્વે ભાગવત સંબંધી કેટલીક પ્રેરક વાતો કરતાં કહ્યું કે શ્રીમદ્દ ભાગવત પુરાણ માનવીના અંદરના અંધકારને નિવૃત કરે છે. કેમ કે આ ધર્મગ્રંથ જ્ઞાનપ્રદિપ્ત છે, જ્ઞાનદિપક છે. આ કથા મુકિતદાયિની છે. પ્રત્યેક વ્યકિતના પ્રત્યેક પ્રશ્નનું સમાધાન ભાગવતમાં મળે છે. આ સમાધિભાષાનો ગ્રંથ છે.

Three things are very dear to Krishna, cow Gopi and Gita, if you preserve these three, you will never be sad; Poo Nareshbhai Shastriji

વધુમાં કહ્યું કે પ્રવર્તમાન માનવી અહંકાર અને અજ્ઞાનમાં રાચે છે. જગતનું મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે આપણે જાણીએ છીએ છતાં કંઈ કરતાં નથી. કંઈ ખોળી શકતા નથી!!! આપણે કથામાં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી નથી. ”હું જાણું છું” એવા વિચાર સાથે કથામાં બેસશો તો કથા હૃદય સુધી પહોંચશે નહિં. અભિમાનથી આઘા રહો, કોઈ પણ મૃત માનવીની રાખ સરખી જ હોય છે. માનવ દેહ ક્ષણભંગુર છે. માણસ જીંદગીભર ભેગુ જ કરે છે. ભોગવી શકતો નથી. ”ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં રાજી રહેવું” એ ઉપનિષદનો મંત્ર છે. માનવીનું મોત નિશ્ચિત હોય છે, જન્મની સાથે જ મોત નિશ્ચિત હોય છે. જૂના વસ્ત્રો ઉતારીને નવાં વસ્ત્રો પરિધાન કરવા તેનું નામ મૃત્યુ છે. આપણે જે કંઈ કૃત્ય કરીએ છીએ, તેના સારા – ખોટાનો સંકેત તો આપણું મન આપતુ જ હોય છે છતાં અલ્પલાભ માટે માનવી ખોટું કરે છે.

Advertisement

Three things are very dear to Krishna, cow Gopi and Gita, if you preserve these three, you will never be sad; Poo Nareshbhai Shastriji

ભાગવત કથા, કૃષ્ણમય બની

ભાગવત કથામાં લાભ લોકો બહોળી સંખ્યામાં લઈ રહ્યાં છે. હિન્દુ સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ રહેલું છે ધર્મ વિશેના સંસ્કારોનું સિંચન ભક્તોમાં થાય છે કથા સાંભળનાર શ્રવણ કરનાર સર્વ શ્રોતાઓને ભાગવત કથા સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે ભાગવત કથા દરમિયાન વામન અવતાર, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત ઉત્સવ, શ્રી રામ જન્મ જેવા પ્રસંગોની શ્રોતા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હજારો લોકો કથાનું શ્રવણ કરવા માટે લોકો આવી રહ્યા છે સાથે ભજન ભોજન અને સત્સંગ નો સમવ્ય કરવામાં આવી રહ્યો છે.

Three things are very dear to Krishna, cow Gopi and Gita, if you preserve these three, you will never be sad; Poo Nareshbhai Shastriji

અગ્રણી નેતાઓએ કથા શ્રવણનો લાભ લીધો

ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે ચાલતી ભાગવત કથાના પાંચમા દિવસે અગ્રણી આગેવાનો નેતાઓ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો, આજે કથાના પાંચમા દિવસે, સિહોરના પ્રસિદ્ધ મોંઘીબા જગ્યાના મહંત જીણારામ મહારાજ, ઇશ્વરપુરી બાપુ, ગુજરાત પ્રદેશ ભાજપના નેતા અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે, સિહોર ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર, સિહોરના અગ્રણી અને મુનિ પેંડાવાળા તરીકે જાણીતા અશોકભાઈ મુનિ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!